Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
વસુદેવ અને પાંડવો ઉપરાંત સબ પ્રદ્યુમ્નનું ચરિત્ર પણ સારું આપેલું છે. તે ચરિત્ર ખાસ વાંચવા લાગ્યા છે; કારણ કે તેની અંદર કેટલોક ચમત્કાર છે. તે સિવાય ગજસુકુમાળ, ઢણકુમાર, દેવકીના છ પુત્ર, સાગરચંદ્ર અને રામતી તથા રહનેમિનાં ચરિત્રો સમાવેલાં છે.
નવમા પર્વના ચાર સર્ગો પૈકી પ્રથમ સર્ગમાં બ્રહ્મદત્ત નામના બારમા ચાદીનું સુવિસ્તૃત ચરિત્ર છે, અને બાકીના ત્રણ સર્ગમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર છે. દરેક સર્ગમાં મુખ્ય શું શું હકીકત સમાયેલી છે તે ટુંકામાં આ નીચે જણાવેલ છે. બાકી વિશેષ અનુક્રમણિકા જાણવાની અપેક્ષાવાળા માટે વિષયાનુક્રમણિકા એટલા વિસ્તારથી લખવામાં આવી છે કે તે વાંચનારને બંને પર્વની અંદર સમાવેલી હકીકતનું સ્મરણ થઈ જાય તેમ છે. નવમા પર્વના ચેથા સર્ગમાં બંધુદત્તનું ચરિત્ર ખાસ વાંચવા લાયક છે.
આઠમા ને નવમા પર્વના મળીને ૧૬ સર્ગમાં મુખ્ય હકીકત નીચે પ્રમાણે છે. પ્રથમ સગમાં–નેમિનાથજીના પૂર્વભવોનું વર્ણન છે. સમ ૨-૩-૪માં–વસુદેવનું ચરિત્ર છે.
સગ પાંચમામાં–વાસુદેવ, બળદેવને અરિષ્ટનેમિને જન્મ અને કૃષ્ણ કરેલ કંસના વધ પતિની હકીકત તથા નવી દ્વારકા વસાવવા સુધીની હકીકત છે.
સર્ગ છઠ્ઠામાં–કૃષ્ણને થયેલ આઠ પદરાણીઓ, પ્રદ્યુમ્નને જન્મ અને તેણે બતાવેલા ચમત્કાર તથા પાંડેના જન્મથી માંડીને વનવાસ સુધીની હકીકત સમાયેલી છે.
સગ સાતમા માં–સાંબ પ્રદ્યુમ્નનું ચમત્કારી ચરિત્ર, કૃષ્ણને જરાસંધનું યુદ્ધ તેની અંતર્ગત કૌરવ પાંડવોનું યુહ; કૌરવોને વિનારા અને છેવટ જરાસંધના મૃત્યુ સુધીની હકીકત સમાયેલી છે.
સર્ગ આઠમામાં–નવમા વાસુદેવ બળદેવ તરીકે કૃષ્ણ ને બળભદ્રનું પ્રકટ થવું, તેમનું ત્રણ ખંડમાં સામ્રાજ્ય, પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય, નેમિનાથને વિવાહ માટે આગ્રહ, સાગરચંદ્ર ને કમળામેળાને તથા અનિરૂહ ને ઉષાને વિવાહ વિગેરે હકીકત સમાયેલી છે.
સર્ગ નવમામાં–નેમિનાથને વિવાહ મનાવવાથી રામતીના ઘર સુધી આવતાં પશુઓના પકારથી પાછા વળી વાર્ષિક દાન દઈ તેમણે લીધેલ ચાસ્ત્રિ, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, પ્રભુની દેશના, રાજમતીએ લીધેલ દીક્ષા અને ગણધર તથા ચતુર્વિધ સંઘની પ્રભુએ કરેલ સ્થાપના એટલે અધિકાર સમાચે છે.
સર્ગ દશામાં-દ્રૌપદીનું હરણ ને પ્રત્યાહરણ, દેવકીજીના છ પુત્રનું-ગજસુકમાળનું અને કંટકમારનું ચરિત્ર, કૃષ્ણ કરેલ મુનિચંદન, તેથી તેને થયેલ લાભ, તેની ગતિ ને સ્થિતિ અને રાજમતી તથા રથનેમિન પ્રસંગ વિગેરે હકીકત સમાવી છે.
સગ અગ્યારમામાં–દ્વારકાના દાહનું ને યાદવોના નાશનું સવિસ્તર વૃત્તાંત, અને પ્રાંત કચ્છનું થયેલ મૃત્સત્ય સુધીની હકીકત સમાવી છે.
સગ બારમામા–બળભદ્રે લીધેલી દીક્ષા, બળભદ્ર, મૃગ ને રથકારની એક સરખી ગતિ, કૃષ્ણના આગ્રહથી બળભદ્ર પ્રવતવેલ મિયાત્વ, પાંડનું ચારિત્ર ગ્રહણ, નેમિનાથનું નિર્વાણ અને પાંડનું નિવણ એટલે સમાવેશ કરવા સાથે આઠમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે.
નવમા પર્વના પહેલા સર્ગમાં-બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર છે. તેમાં તેને પૂર્વ ભવ, ચિત્રને સંભૂતમુનિનું વૃત્તતિ, બ્રહદત્તની માતા ચુલનીને દુરાચાર, બ્રહ્મદત્તનું પૃથ્વી પર્યટન, ચક્રીપણાની પ્રાપ્તિ, ચિત્રમુનિના આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org