________________
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
અને બાકીના છ કર્મોનો પ્રદેશોદય હોય છે. (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન - દર્શન ૭ના ક્ષયથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન
તે ક્ષાયિકસમ્યગ્દર્શન છે.
ઔપથમિક સમ્યગ્દર્શન સૌથી મલિન છે, અંતર્મુહૂર્ત માત્ર ટકતું હોવાથી અને ત્યાર પછી જીવ ફરી મિથ્યાત્વે જતો હોવાથી. આગમનો મત એવો છે કે ઔપથમિક સમ્યગ્દર્શનના કાળમાં મૃત્યુ ન પામે તો અંતર્મુહૂર્તકાળ પૂર્ણ થતા અવશ્ય મિથ્યાત્વ પામે. ઔપશમિક સમ્યગ્દર્શન કરતાં ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન વિશુદ્ધ છે, સાધિક ૬૬ સાગરોપમ ટકતું હોવાથી અને વધુ સ્પષ્ટ બોધ કરાવતું હોવાથી. તેના કરતાં ક્ષાયિક સમ્યગ્દર્શન વધુ વિશુદ્ધ છે, સાદિઅનંત કાળ ટકતું હોવાથી અને વસ્તુનો એકદમ સ્પષ્ટ બોધ કરાવતું હોવાથી. ૦ આઠ અનુયોગકારો - (સૂત્ર-૧૮)
સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ - આ આઠ અનુયોગદ્વારો વડે બધા તત્ત્વોનું વિસ્તારપૂર્વક જ્ઞાન થાય છે.
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા - (૧) સત્ - સમ્યગ્દર્શન છે કે નહીં? સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન ક્યાં છે? સમ્યગ્દર્શન અજીવોમાં નથી, જીવોમાં વિકલ્પ હોય છે.
સમ્યગ્દર્શનની જીવોમાં ૧૩ અનુયોગદ્વારો વડે સદ્ભૂત પ્રરૂપણા - (૧) ગતિ – ગતિ | સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન પૂર્વે પામેલા પામનારા નિરકગતિ | હોય | હોય | પથમિક, ક્ષાયિક, લાયોપથમિક | તિર્યંચગતિ | હોય | હોય | પથમિક, ક્ષાયિક, લાયોપશમિક | મનુષ્યગતિ | હોય | હોય |ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક | દેવગતિ | હોય | હોય | પથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક