________________
ભાવેન્દ્રિય
શેષ ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (b) બાહ્ય નિવૃત્તિઈન્દ્રિય - ઇન્દ્રિયોનો બહા૨નો આકાર તે બાહ્ય નિવૃત્તિઇન્દ્રિય. તે બધા જીવોને ભિન્ન ભિન્ન હોય છે.
૬૨
(૨) ઉપકરણઇન્દ્રિય - નિવૃત્તિઈન્દ્રિયની પોતપોતાના વિષયોને ગ્રહણ કરવાની શક્તિ તે ઉપકરણઇન્દ્રિય. નિવૃત્તિઈન્દ્રિય તલવાર જેવી છે અને ઉપકરણઈન્દ્રિય તલવારની ધાર જેવી છે. ઉપકરણઈન્દ્રિયના બે પ્રકાર છે -
(a) અત્યંતર ઉપકરણઈન્દ્રિય - અત્યંતર નિવૃત્તિઈન્દ્રિયની શક્તિ તે અત્યંતર ઉપકરણઈન્દ્રિય.
(b) બાહ્ય ઉપકરણઈન્દ્રિય - બાહ્ય નિવૃત્તિઈન્દ્રિયની શક્તિ તે બાહ્ય ઉપકરણઈન્દ્રિય.
આગમમાં ઉપકરણઈન્દ્રિયના અત્યંતર અને બાહ્ય એવા કોઈ ભેદ બતાવ્યા નથી. આચારાંગની શીલાંકાચાર્યજી કૃત ટીકામાં ઉપકરણઈન્દ્રિયના અત્યંતર અને બાહ્ય એમ બે ભેદ બતાવ્યા છે.
૨) ભાવેન્દ્રિય - ભાવરૂપ એટલે કે આત્માના પરિણામરૂપ ઈન્દ્રિય તે ભાવેન્દ્રિય. તેના બે પ્રકાર છે - (૧) લબ્ધિઈન્દ્રિય અને (૨) ઉપયોગઈન્દ્રિય. (સૂત્ર-૨/૧૮)
(૧) લબ્ધિઇન્દ્રિય - ગતિ-જાતિ વગેરે નામકર્મના ઉદયથી, તે તે વિષયોના જ્ઞાનને આવરનારા કર્મોના ક્ષયોપશમથી અને નિર્માણ નામકર્મ-અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ તે તે વિષયોનું જ્ઞાન કરવાની લબ્ધિ તે લબ્ધિઇન્દ્રિય. તે પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – (i) સ્પર્શનેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
(ii) રસનેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
(iii) પ્રાણેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય