________________
બાવીસ પરીષહ
૪૦૧
યથાલંદ - તેમાં પાંચનો ગચ્છા હોય છે. જેમના સૂત્રાર્થ પૂર્ણ ન થયા હોય તેઓ ગચ્છપ્રતિબદ્ધ હોય છે. જેમના સૂત્રાર્થ પૂર્ણ થયા હોય તેઓ ગચ્છમાં અપ્રતિબદ્ધ હોય છે. કેટલાક જિનકલ્પિક યથાલંદી હોય છે અને કેટલાક સ્થવિરકલ્પિક યથાલંદી હોય છે. જિનકલ્પિક યથાલંદી શરીરનું પ્રતિકર્મ ન કરે, રોગની ચિકિત્સા ન કરે, આંખનો મેલ પણ ન કાઢે. સ્થવિરકલ્પિક યથાલંદીઓ જેને રોગ થાય તેને ગચ્છમાં મૂકી દ. ગચ્છ પણ પ્રાસુક-એષણીય ઔષધ વગેરેથી તેની ચિકિત્સા કરે છે.
વિરકલ્પિક યથાલંદીઓ ૧ પાત્રાવાળા અને પ્રાવરણવાળા હોય છે. જિનકલ્પિક યથાલંદીઓ વસ્ત્ર-પાત્ર વિનાના કે વસ્ત્ર-પાત્રવાળા હોય છે. યથાલંદીઓ એક સ્થાનમાં પાંચ રાત્રી રહે. તેમના જઘન્યથી ત્રણ ગણ હોય, ઉત્કૃષ્ટથી સેંકડો ગણ હોય. તેમની ૫ ભિક્ષાચર્યાઓ હોય છે. તેઓ ૫ દિવસ સુધી દરરોજ ૧-૧ શેરીમાં ગોચરી જાય. ફરી ૫ દિવસ સુધી દરરોજ ૧-૧ શેરીમાં ગોચરી જાય. આમ ૧ માસમાં ૧ શેરીમાં ૬ વાર ગોચરી જાય. તેઓ સ્થિતકલ્પમાં અને અસ્થિતકલ્પમાં બંનેમાં હોય છે.
સ્થિતકલ્પ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – (૧) શય્યાતરપિંડનો ત્યાગ, (૨) કૃતિકર્મ, (૩) વ્રત, (૪) જયેષ્ઠપણું. અસ્થિતકલ્પ છે પ્રકારનો છે. તે આ પ્રમાણે – (૧) આચેલક્ય, (૨) ઔદેશિક પિંડનો ત્યાગ, (૩) રાજપિંડનો ત્યાગ, (૪) માસકલ્પ, (૫) ચોમાસાની વિધિ, (૬) પ્રતિક્રમણ.
(૭) અરતિ - કદાચ સંયમમાં કંટાળો આવે તો પણ ઉગ ન કરવો પણ શુભ ભાવના ભાવી સંયમમાં લીન બનવું તે અરતિ પરીષહ.
(૮) સ્ત્રી - સ્ત્રી તરફ રાગપૂર્વક દષ્ટિ ન કરવી, તેના અંગોપાંગ ન નિરખવા, તેનું ચિતન ન કરવું તે સ્ત્રી પરીષહ.