________________
૪૧૨
ઉપશમશ્રેણિ
(૧) ઉપશમશ્રેણિ - ઉપશમશ્રેણિ માંડનાર અપ્રમત્ત સંયત હોય. મતાંતરે ઉપશમશ્રેણિ માંડનાર ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોમાંથી કોઈ પણ જીવ હોય. તે પહેલા અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. મતાંતરે તે પહેલા અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ૪ને એકસાથે ઉપશમાવે. પછી દર્શન ૩ને ઉપશમાવે. પછી ઉપશમશ્રેણિ માંડનાર પુરુષ હોય તો પહેલા નપુંસકવેદને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ને ઉપશમાવે, પછી પુરુષવેદને ઉપશમાવે. ઉપશમશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ઉપશમાવે, પછી પુરુષવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ ને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે. ઉપશમશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા સ્ત્રીવેદને ઉપશમાવે, પછી પુરુષવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ને ઉપશમાવે, પછી નપુંસકવેદને ઉપશમાવે. (કર્મપ્રકૃતિના મત પ્રમાણેઉપશમશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ અને પુરુષવેદને એક સાથે ઉપશમાવે. ઉપશમશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદને એક સાથે ઉપશમાવે, પછી હાસ્ય ૬ અને પુરુષવેદને એકસાથે ઉપશમાવે.) પછી અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધને અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધને એકસાથે ઉપશમાવે. પછી સંજ્વલન ક્રોધને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય માનને અને પ્રત્યાખ્યાનાવરણીય માનને એકસાથે ઉપશમાવે. પછી સંજ્વલન માનને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય માયાને અને પ્રત્યાખ્યાનાવરણીય માયાને એકસાથે ઉપશમાવે. પછી સંજવલન માયાને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય લોભને અને પ્રત્યાખ્યાનાવરણીય લોભને એકસાથે ઉપશમાવે. પછી સંજલન લોભના સંખ્યાતા ખંડ કરીને તેમને ક્રમશઃ ઉપશમાવે. તેના છેલ્લા ખંડના અસંખ્ય ખંડો કરે. પછી ૧૦માં