________________
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
४७७ (૩૦) તલ્માવાવ્યયં નિત્યમ્.
(૩૦) તે ભાવમાંથી નાશ ન થવો તે નિત્ય છે. (૩૧) અર્પિતાનર્પિતસિદ્ધઃ.
(૩૧) અર્પિત (વિવક્ષિત)થી અનર્પિત (અવિવક્ષિત)ની સિદ્ધિ થવાથી (પરસ્પર વિરુદ્ધ એવા સત્-અસત્ અને નિત્ય-અનિત્ય ધર્મોની સિદ્ધિ થાય છે. એક સાથે એક વસ્તુમાં બંને ધર્મો રહેવામાં કોઈ વિરોધ નથી.) (૩૨) સ્નિગ્ધરૂક્ષતામ્બન્ધઃ.
(૩૨) સ્નિગ્ધ અને રૂક્ષ હોવાથી પુદ્ગલોનો બંધ થાય છે. (૩૩) ન જઘન્યગુણાનામ્. | (૩૩) જઘન્ય ગુણવાળા (સ્નિગ્ધ કે રૂક્ષ) પુદ્ગલોનો (પરસ્પર) બંધ થતો નથી. (૩૪) ગુણસામે સદેશાનામ્.
(૩૪) ગુણની સમાનતા હોય તો સમાન પુદ્ગલોનો બંધ થતો
નથી.
(૩૫) વ્યધિકાદિગુણાનાં તુ.
(૩૫) બે અધિક વગેરે ગુણવાળા સમાન પુદ્ગલોનો બંધ થાય છે. (૩૬) બધે સમાધિક પારિણામિક.
(૩૬) બંધમાં (સમાન ગુણવાળાનો) સમાન પરિણામ થાય છે અને (હીન ગુણવાળાનો) અધિક પરિણામ થાય છે. (૩૭) ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્
(૩૭) ગુણ અને પર્યાયવાળુ હોય તે દ્રવ્ય છે.