________________
ભાષ્યગત પ્રશસ્તિ, મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૯
યસ્તત્ત્વાર્થાધિગમાખ્યું, શાસ્યતિ ચ કરિષ્યતિ ચ તત્રોક્તમ્ । સોડવ્યાબાધં સૌખ્યું, પ્રાપ્યત્યચિરેણ પરમાર્થમ્ ॥૬॥
તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જે જાણશે અને તેમાં કહેલું જે કરશે તે ટુંક સમયમાં પીડા રહિત સુખરૂપ મોક્ષને પામશે. (૬)
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની અંતિમોપદેશકારિકા અને ભાષ્યગત પ્રશસ્તિના મૂળગાથા - શબ્દાર્થ સમાપ્ત
આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ નિરૂપણ કરાયું હોય તો તેની ક્ષમા યાચું છું.
આપણી આરાધનાની ગાડી ધક્કાગાડી છે. ચોવીશ કલાકે ગુરુદેવ એક કલાક ઉપદેશનો ધક્કો મારે એટલે આરાધના ચોવીશ કલાક ચાલે. પછી ફરી ધક્કો મારવો પડે. આપણે ઓટોમેટિક ગાડી જેવી આરાધના કરવાની છે, જે એકવાર શરૂ થયા પછી અટકો નહીં, જેને વારંવાર ધક્કાની જરૂર ન પડે.
અંગ્રેજીમાં કહેવત છે- River never goes reverse. નદી ક્યારેય પાછી વળતી નથી. હંમેશા તે આગળ જ વધે છે. અવિરતગતિ વડે તે સમુદ્રમાં ભળે છે. આપણી આરાધનાની ગાડી પણ ક્યારેય પાછી વળવી ન જોઈએ. આરાધનામાં આપણે હંમેશા આગળ જ વધવાનું છે. અવિરત આરાધના વડે અંતે આપણે પરમાત્મામાં ભળવાનું છે.
• જે સંસારને પકડી રાખે છે તે દુ:ખી થાય છે અને જે સંસારને છોડે છે તે સુખી થાય છે.