________________
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૭૫ (૧૪) પુદ્ગલોની અવગાહના એક પ્રદેશ વગેરેમાં ભજનાએ હોય છે. (૧૫) અસંખ્ય ભાગાદિષુ જીવાનામ્.
(૧૫) જીવોની અવગાહના લોકના એક અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોકમાં હોય છે. (૧૬) પ્રદેશસંહારવિસર્ગાભ્યાં પ્રદીપવતું.
(૧૬) દિપકની જેમ જીવના પ્રદેશોનો સંહાર (સંકોચ) અને વિસર્ગ (વિકાસ) થતો હોવાથી (જીવની અવગાહના લોકના એક અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોકમાં હોય છે.) (૧૭) ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકાર.
(૧૭) ગતિ અને સ્થિતિમાં સહાય કરવી એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના ઉપકારો છે. (૧૮) આકાશસ્સાવગાહ.
(૧૮) અવગાહના (રહેવાનું સ્થાન આપવું) એ આકાશનો ઉપકાર છે. (૧૯) શરીર-વાદ્ધનઃ-પ્રાણાપાના પુદ્ગલાનામ્.
(૧૯) શરીર, વચન, મન, શ્વાસોચ્છવાસ એ પુદ્ગલોનો ઉપકાર છે. (૨૦) સુખ-દુઃખ-જીવિત-મરણોપગ્રહાશ્ચ.
(૨૦) અને સુખ, દુઃખ, જીવિત અને મરણમાં સહાય કરવી એ પુદ્ગલોનો ઉપકાર છે. (૨૧) પરસ્પરોપગ્રહો જીવાનામ્.
(૨૧) પરસ્પર સહાય કરવી એ જીવોનો ઉપકાર છે.