________________
४८४
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૦) અદત્તાદાનું સ્ટેય.... -
(૧૦) નહીં આપેલું લેવું તે ચોરી છે. (૧૧) મૈથુનમબ્રહ્મ.
(૧૧) મૈથુન તે અબ્રહ્મ છે. (૧૨) મૂચ્છ પરિગ્રહઃ.
(૧૨) મૂચ્છ તે પરિગ્રહ છે. (૧૩) નિઃશલ્યો વતી.
(૧૩) વ્રતધારી શલ્ય વિનાનો હોય. (૧૪) અગાર્યનગારશ્ય.
(૧૪) (વ્રતધારી બે પ્રકારના છે –) શ્રાવક અને સાધુ. (૧૫) અણુવ્રતોડગારી.
(૧૫) શ્રાવક અણુવ્રતધારી હોય છે. (૧૬) દિગ્દશાનર્થદણ્યવિરતિસામાયિકપૌષધોપવાસોપભોગપરિભોગ
પરિમાણાતિથિસંવિભાગવતસંપન્નચ્છ.
(૧૬) અને (શ્રાવક) દિશાવ્રત, દેશવ્રત, અનર્થદંડવિરમણવ્રત, સામાયિકવ્રત, પૌષધોપવાસવ્રત, ઉપભોગપરિભોગવ્રત અને અતિથિ
સંવિભાગવ્રતથી યુક્ત હોય છે. (૧૭) મારણાન્તિકી સંખનાં જોષિતા.
(૧૭) શ્રાવક મરણ કાળે થનારી સંલેખના (વિશેષ તપ)ને સેવે છે. (૧૮) શંકા-કાંક્ષા-વિચિકિત્સાડચદૃષ્ટિપ્રશંસા-સંસ્તવઃ સમ્યગ્દષ્ટરતિચારા: