________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૪
(૧૩) જ્ઞાનાવરણે પ્રજ્ઞાજ્ઞાને.
(૧૩) જ્ઞાનાવરણકર્મમાં પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો હોય છે.
(૧૪) દર્શનમોહાન્તરાયયોરદર્શનાલાભૌ.
(૧૪) દર્શનમોહનીયકર્મમાં અને અંતરાયકર્મમાં ક્રમશઃ અદર્શન પરીષહ અને અલાભ પરિષહ હોય છે.
(૧૫) ચારિત્રમોહે નાખ્યારતિસ્રીનિષદ્યાડડક્રોશયાચનાસત્કારપુરસ્કારાઃ.
',
(૧૫) ચારિત્રમોહનીયકર્મમાં નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર પરીષહો હોય છે.
(૧૬) વેદનીયે શેષાઃ.
(૧૬) વેદનીયકર્મમાં શેષ પરીષહો હોય છે.
(૧૭) એકાદયો ભાજ્યા યુગપદેકોનવિંશતેઃ.
(૧૭) એકથી માંડીને ૧૯ પરીષહોની એકસાથે ભજના હોય છે. (૧૮) સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસં૫રાયયથાખ્યાતાનિ ચારિત્રમુ.
(૧૮) સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ (૫ પ્રકારના) ચારિત્ર છે.
(૧૯) અનશનાવૌદર્ય-વૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગ-વિવિક્તશય્યાસન-કાયક્લેશા બાહ્યં તપઃ.
(૧૯) અનશન, ઊણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ એ બાહ્ય તપ છે. (૨૦) પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત્ત્વ-સ્વાધ્યાય-વ્યુત્સર્ગધ્યાનાત્યુત્તરમ્.