________________
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૫ લોકના મસ્તક ભાગે વચ્ચે આઠ યોજન જાડી અને અંતે માખીની પાંખ કરતા પાતળી, ખૂબ સુંદર, સુગંધી, પવિત્ર, અત્યંત દેદીપ્યમાન એવી પ્રામ્ભારા નામની પૃથ્વી રહેલી છે. (૧૯)
નૃલોકતુલ્યવિષ્કન્મા, સિહચ્છત્રનિભા શુભા | ઊર્ધ્વ તસ્યાઃ ક્ષિતે સિદ્ધા, લોકાત્તે સમવસ્થિતા ll Roll
તે પૃથ્વી મનુષ્યલોકની સમાને પહોળાઈવાળી એટલે કે ૪૫ લાખ યોજનની પહોળાઈવાળી, સીધા કરેલા સફેદ છત્રાના આકારવાળી અને શુભ છે. તે પૃથ્વીની ઉપર લોકના છેડે સિદ્ધ ભગવંતો રહેલા છે. (૨૦)
તાદાભ્યાદુપયુક્તાસ્તે, કેવલજ્ઞાનદર્શનૈઃ | સમ્યકત્વસિદ્ધાવસ્થા, હેત્વભાવોચ્ચ નિષ્ક્રિયાઃ ર૧
તે સિદ્ધભગવંતો કેવળજ્ઞાન અને કેવળદર્શનના સ્વભાવવાળા હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગવાળા છે, ક્ષાયિકસમ્યક્ત અને સિદ્ધપણામાં રહેલા છે અને કારણ ન હોવાથી ક્રિયારહિત છે. (૨૧)
તતોડમૂર્ધ્વ ગતિસ્તેષાં, કસ્માનાસ્તીતિ ચેન્મતિઃ | ધર્માસ્તિકાયસ્યાભાવાતુ, સ હિ હેતુ”તેઃ પરઃ ||રા પ્રશ્ન- લોકાન્તથી ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ?
જવાબ- ધર્માસ્તિકાય એ ગતિમાં કારણભૂત છે અને લોકાન્તથી ઉપર ધર્માસ્તિકાય નથી, તેથી લોકાન્તથી ઉપર સિદ્ધોની ગતિ થતી નથી. (૨૨)
સંસારવિષયાતીત, મુક્તાનામવ્યય સુખમ્ | અવ્યાબાધમિતિ પ્રોક્ત, પરમં પરમર્ષિભિઃ ર૩