________________
૫૦૪
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ અતસ્તુ ગતિવૈકૃત્ય-મેષાં યદુપલભ્યતે | કર્મણઃ પ્રતિઘાતાચ્ચ, પ્રયોગાચ્ચ તદિષ્યતે ૧પો.
ઊર્ધ્વગતિ સિવાયનો જીવોની ગતિનો જે વિકાર દેખાય છે તે ક્રિયાથી, પર્વત-ભીંત વગેરેના પ્રતિઘાતથી અને પુરુષની ઇચ્છા પ્રમાણેના પ્રયોગથી ઇચ્છાય છે. (૧૫)
અસ્તિયંગથોર્વે ચ, જીવાનાં કર્મના ગતિઃ | ઊર્ધ્વમેવ તુ તદ્ધર્મા, ભવતિ ક્ષીણકર્મણામ્ //૧૬ll
જીવોની કર્મના કારણે નીચે, તીર્થો અને ઉપર ગતિ થાય છે. જેમના બધા કર્મોનો ક્ષય થયો છે એવા જીવોની સ્વાભાવિક ઊર્ધ્વગતિ જ થાય છે. (૧૬)
દ્રવ્યસ્ય કર્મણો યુદ્ધ-દુત્પત્યારમ્ભવતઃ |
સમં તથૈવ સિદ્ધસ્ય, ગતિમોક્ષભવક્ષયાઃ ૧૭
જેમ પરમાણુ વગેરે દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, આરંભ અને ગતિ એક સાથે થાય છે તેમ સિદ્ધની ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સાથે થાય છે. (૧૭)
ઉત્પત્તિસ્થ વિનાશથ્ય, પ્રકાશતમસોરિહ ! યુગપદ્ ભવતો થતું, તથા નિર્વાણકર્મણો ૧૮
અહીં જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એક સાથે થાય છે તેમ મોક્ષની ઉત્પત્તિ અને કર્મનો વિનાશ એક સાથે થાય છે. (૧૮)
તન્વી મનોજ્ઞા સુરભિઃ પુણ્યા પરમભાસ્વરા પ્રાશ્મારા નામ વસુધા, લોકમૂર્બિ વ્યવસ્થિતા I/૧૯