________________
૫૦૨
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ શેષકર્મફલાપેક્ષા, શુદ્ધો બુદ્ધો નિરામયઃ | સર્વજ્ઞઃ સર્વદર્શી ચ, જિનો ભવતિ કેવલી ll
ત્યારપછી જેના ચાર કર્મોનો ક્ષય થયો છે એવા,યથાખ્યાતસંયમને પામેલા, મોહનીયકર્મ વગેરરૂપ બીજબંધનથી મુક્ત થયેલા, અંદરનો મેલ દૂર થવાથી સ્નાતક થયેલા, કેવળજ્ઞાનરૂપી ઋદ્ધિ પ્રાપ્ત થવાથી પરમ ઐશ્વર્યવાળા, શેષ અઘાતી કર્મોના ઉદયવાળા તે મહાત્મા મોહ વગેરરૂપી મેલ દૂર થવાથી શુદ્ધ થાય છે, કેવળજ્ઞાન થવાથી બુદ્ધ થાય છે, બધા રોગના કારણો દૂર થવાથી રોગરહિત થાય છે, સર્વજ્ઞ થાય છે, સર્વદર્શી થાય છે, જિન થાય છે અને કેવળી થાય છે. (પ-૬)
કૃત્નકર્મક્ષયાદૂર્વે, નિર્વાણમધિગચ્છતિ /
યથા દગ્ધત્વનો વદ્વિ-નિરુપાદાનસત્તતિઃ all
જેમ જેના કારણોની પરંપરા અટકાવી દેવાઈ છે એવો અને બળી ગયેલા ઈંધનવાળો અગ્નિ શાંત થઈ જાય છે તેમ બધા કર્મોનો ક્ષય થયા પછી તે મહાત્મા નિર્વાણ પામે છે. (૭)
દગ્ધ બીજે યથાડત્યન્ત, પ્રાદુર્ભવતિ નાલ્લુરઃ | કર્મબીએ તથા દગ્ધ, નારોહતિ ભવાટ્ટુરઃ IIટા
જેમ બીજ અત્યંત બળી ગયે છતે અંકુરો ઊગતો નથી તેમ કર્મબીજ બળી ગયે છતે સંસારરૂપી અંકુરો ઊગતો નથી. (૮)
તદનન્તરમવોર્ધ્વમાલોકાત્તાત્સ ગચ્છતિ | પૂર્વપ્રયોગાસડગત્વ-બન્ધચ્છદોર્ધ્વગૌરવૈઃ Nલા
બધા કર્મોનો ક્ષય થયા પછી તે પૂર્વપ્રયોગથી, અંસગપણાથી, બંધનો છેદ થવાથી અને ઊર્ધ્વગૌરવથી ઉપર લોકના છેડા સુધી જાય છે. (૯)