________________
૫૦૦
દશમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૫) ત્યાર પછી (સંપૂર્ણ કર્મોનો ક્ષય થયા પછી જીવ) ઉપર લોકના અંત સુધી જાય છે. (૬) પૂર્વપ્રયોગાદસંગત્વાર્બન્ધચ્છદાત્તથાગતિપરિણામોચ્ચ તદ્ગતિઃ.
(૬) પૂર્વના પ્રયોગથી, અસંગ હોવાથી, બંધનો છેદ થવાથી અને તેવા પ્રકારના ગતિપરિણામથી તેની ગતિ થાય છે. (૭)ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-પ્રત્યેકબુદ્ધબોધિત-જ્ઞાનાવગાહનાન્તરસંખ્યાલ્પબદુત્વતઃ સાધ્યાઃ.
(૭) ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પબદુત્વથી (સિદ્ધોને) સાધવા (વિચારવા).
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના મૂળસૂત્ર-શબ્દાર્થ સમાપ્ત
• કલ્પસૂત્રમાં વરસાદ આદિ કારણે રસ્તામાં ક્યાંક ઊભા રહેવાનું થાય તો એક સાધુ અને એક સાધ્વી કે એક શ્રાવિકા હોય, એક સાધુ અને બે સાધ્વી કે બે શ્રાવિકા હોય, બે સાધુ અને એક સાધ્વી કે એક શ્રાવિકા હોય, બે સાધુ અને બે સાધ્વી કે બે શ્રાવિકા હોય તો પણ તે રીતે એકાંતમાં ઊભા રહેવાનો નિષેધ કરેલ છે. પાંચમુ કોઈ નાનો બાળક કે બાળિકા હોય અથવા અનેક જણની અવર-જવર થતાં દૃષ્ટિ પડતી હોય ત્યાં ઊભા રહી શકાય. જેની પાસે ૨૪ કલાકમાં ૨૭ કલાકનું કામ હોય તે સુખી, કેમકે તેનું મન નવરું ન પડે. • અંતર્મુખી સદા સુખી.