Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 529
________________ ૪૯૮ નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૪૧) પૃથક્વેક–વિતર્ક-સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ-ચુપરક્રિયાનિવૃત્તીનિ. (૪૧) પૃથક્લવિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને ભુપતક્રિયાઅનિવૃત્તિ (એ શુક્લધ્યાનના ચાર ભેદ છે.) (૪૨) તત્રેયેકકાયયોગાયોગાનામ્. (૪૨) તે (૪ પ્રકારનું શુક્લધ્યાન) ત્રણ યોગવાળા, એક યોગવાળા, કાયયોગવાળા અને અયોગીઓને હોય છે. (૪૩) એકાશ્રયે સવિતર્ક પૂર્વે. (૪૩) શુક્લધ્યાનના પહેલા બે ભેદ એક આલંબનને વિષે વિતર્ક સહિત (પૂર્વશ્રુતને અનુસારી) હોય છે. (૪૪) અવિચાર દ્વિતીયમ્. (૪૪) શુક્લધ્યાનનો બીજો ભેદ વિચાર વિનાનો (અર્થ-વ્યંજનયોગની સંક્રાંતિ વિનાનો) હોય છે. (૪૫) વિતર્ક શ્રુતમ્. (૪૫) વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. (૪૬) વિચારોડર્થવ્યંજનયોગસંક્રાન્તિઃ. (૪૬) વિચાર એટલે અર્થ-વ્યંજન-યોગની સંક્રાંતિ. (૪૭) સમ્યગ્દષ્ટિશ્રાવકવિરતાનન્તવિયોજકદર્શનમોહક્ષપકોપશમકો પશાન્તમોક્ષપકક્ષીણમોહજિનાઃ ક્રમશોડસખ્ય ગુણનિર્જરાઃ. (૪૭) સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિસંયોજક, દર્શનમોહક્ષપક, (ચારિત્રમોહ)ઉપશમક, ઉપશાંતમોહ, (ચારિત્રમોહ)ક્ષપક, ક્ષીણમોહ અને જિન ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા છે.

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546