________________
૪૯૬
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૬) બાહ્ય અને અત્યંતર ઉપધિઓનો ત્યાગ (એ વ્યુત્સર્ગના બે ભેદ છે). (૨૭) ઉત્તમસંહનોનસ્યકાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્.
(૨૭) ઉત્તમસંઘયણવાળાનું એક આલંબન ઉપર ચિત્તનું સ્થિર કરવું તે ધ્યાન છે. (૨૮) આમુહૂર્તા.
(૨૮) (તે ધ્યાન) અંતર્મુહૂર્ત સુધી હોય છે. (૨૯) આરૌદ્રધર્મશુક્લાનિ.
(૨૯) આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ધ્યાનના ૪ ભેદ છે. (૩૦) પરે મોહેતૂ.
(૩૦) પાછળના બે (ધર્મધ્યાન અને શુક્લધ્યાન) મોક્ષના હેતુ છે. (૩૧) આમમનોજ્ઞાનાં સ...યોગે તઢિપ્રયોગાય સ્મૃતિસમન્વાહાર.
(૩૧) અનિષ્ટોનો સંપર્ક થવા પર તેમને દૂર કરવાની વિચારણા તે આર્તધ્યાન છે. (૩૨) વેદનાયાશ્ય.
(૩૨) અને વેદનાનો સંપર્ક થવા પર તેને દૂર કરવાની વિચારણા તે આર્તધ્યાન છે). (૩૩) વિપરીત મનોજ્ઞાનામ્.
(૩૩) ઇષ્ટોને માટે વિપરીત (જાણવું. એટલે કે ઈષ્ટો દૂર થતા હોય તો તેમનો સંપર્ક કરવાની વિચારણા તે આર્તધ્યાન છે).