Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 523
________________ ૪૯૨ નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૬) સદ્ધઘ-સમ્યત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદ-શુભાયુનંમગોત્રાણિ પુણ્યમ્. (૨૬) સાતા વેદનીય, સમ્યક્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્યકર્મ, શુભ નામકર્મ અને શુભ (ઉચ્ચ) ગોત્રકર્મ એ પુણ્ય છે. નવમો અધ્યાય (૧)આસવનિરોધઃ સંવર:. (૧) આમ્રવનો નિરોધ કરવો એ સંવર છે. (૨) સ ગુમિસમિતિધર્માનુપ્રેક્ષાપરીષહજયચારિત્રે.. (૨) તે (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી થાય છે. (૩) તપસા નિર્જરા ચ. (૩) તપથી સંવર અને નિર્જરા થાય છે. (૪) સમ્યગ્યોગનિગ્રહો ગુપ્તિ . (૪) સારી રીતે (વિધિપૂર્વક) યોગોનો નિગ્રહ કરવો તે ગુતિ છે. (૫) ઈર્યાભાર્કેષણાદાનનિક્ષેપોત્સર્ગી સમિતયઃ. (૫) ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ અને ઉત્સર્ગસમિતિ (એ ૫ સમિતિઓ છે). (૬) ઉત્તમઃ ક્ષમામાર્દવાર્થવશૌચસત્યસંયમતપસ્યાગાકિંચ બ્રહ્મચર્યાણિ ધર્મ (૬) ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ (લોભનો અભાવ), સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ (૧૦ પ્રકારનો) ધર્મ છે.

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546