________________
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૮૭
(૨૯) જોયા-પૂંજ્યા વિના મળ-મૂત્રનો ત્યાગ કરવો, લેવું-મૂકવું, સંથારો કરવો, અનાદર અને વિસ્મરણ એ પૌષધોપવાસવ્રતના અતિચારો છે.
(૩૦) સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રાભિષવ-દુક્વાહારાઃ.
(૩૦) સચિત્તનો આહાર કરવો, સચિત્ત સંબદ્ધનો આહાર કરવો, સચિત્ત મિશ્રિતનો આહાર કરવો, જંતુમિશ્રિત કે દારૂનો આહાર કરવો, અડધા પાકેલાનો આહાર કરવો એ ઉપભોગપરિભોગ વ્રતના અતિચારો છે.
(૩૧) સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ.
(૩૧) સચિત્ત ઉપર મૂકવું, સચિત્ત ઢાંકવું, બીજાનું છે એમ કહેવું, ગુસ્સાથી ન આપવું કે ઇર્ષ્યાથી આપવું, ભિક્ષાના સમયને ઓળંગવો એ અતિથિસંવિભાગવ્રતના અતિચારો છે.
(૩૨) જીવિતમ૨ણાશંસા-મિત્રાનુરાગ-સુખાનુબન્ધ-નિદાનકરણાનિ,
(૩૨) જીવિતની ઇચ્છા, મરણની ઇચ્છા, મિત્ર ઉપર રાગ કરવો, સુખાનુબંધ (ભોગવેલ વિષયોનું સ્મરણ કરવું), નિયાણુ કરવું એ સંલેખનાના અતિચારો છે.
(૩૩) અનુગ્રહા સ્વસ્યાતિસર્ગો દાનમ્.
(૩૩) પોતાની ઉપર અને બીજાની ઉપર કૃપા કરવા માટે પોતાના અન્ન, પાણી, વસ્ત્ર વગેરે (પાત્રને) આપવા તે દાન.
(૩૪) વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્ર-વિશેષાત્તદ્વિશેષઃ.
(૩૪) વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની તરતમતાથી દાનમાં તરતમતા થાય છે.