________________
૪૭૬
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૨) વર્તના પરિણામઃ ક્રિયા પરતાપરત્વે ચ કાલસ્ય.
(૨૨) વર્તન, પરિણામ, ક્રિયા અને પરત્વ-અપરત્વ એ કાળના ઉપકાર છે. (૨૩) સ્પર્શરસગન્ધવર્ણવત્તઃ પુદ્ગલા..
(૨૩) સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા હોય તે પુદ્ગલો છે. (૨૪) શબ્દ-બન્ધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદ-તમછાયાતપોદ્યોતવાચ્ચ.
(૨૪) અને શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતવાળા પુદ્ગલો હોય છે. (૨૫) અણવઃ સ્કન્ધાશ્ચ.
(૨૫) (પુદ્ગલોના બે પ્રકાર છે ) અણુઓ અને સ્કંધો. (૨૬) સંઘાતભેદેભ્ય ઉત્પધજો.
(૨૬) સંઘાત (ભેગું થવું) અને ભેદ (છૂટું પડવું)થી સ્કંધો ઉત્પન્ન થાય છે. (૨૭) ભેદાદણ.
(૨૭) ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે. (૨૮) ભેદસંઘાતાવ્યાં ચાક્ષુષાઃ.
(૨૮) ભેદ અને સંઘાત બંનેથી થનારા સ્કંધો ચાક્ષુષ (આંખથી દેખાય તેવા) છે. (૨૯) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્.
(૨૯) ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાથી યુક્ત હોય તે સત્ છે.