________________
૪૧૪
ક્ષપકશ્રેણિ
પુરુષવેદને એકસાથે ખપાવે. ક્ષપકશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદને એક સાથે ખપાવે, પછી પુરુષવેદ અને હાસ્ય ૬ને એકસાથે ખપાવે). પછી સંજવલન ક્રોધને ખપાવે. તેનો છેલ્લો ભાગ બાકી હોય ત્યારે સંજવલન માનને ખપાવવાનું શરૂ કરે. તેની સાથે સંજવલન ક્રોધનો પણ શેષ ભાગ ખપાવે. સંજવલન માનનો છેલ્લો ભાગ બાકી હોય ત્યારે સંજ્વલન માયાને ખપાવવાનું શરૂ કરે. તેની સાથે સંજવલન માનનો પણ શેષ ભાગ ખપાવે. સંજવલન માયાનો છેલ્લો ભાગ બાકી હોય ત્યારે સંજ્વલન લોભને ખપાવવાનું શરૂ કરે. તેની સાથે સંજ્વલન માયાનો પણ શેષ ભાગ ખપાવે. સંજવલન લોભના છેલ્લા સંખ્યાતમા ભાગના અસંખ્ય ખંડો કરીને પ્રતિસમય ૧-૧ ખંડ ખપાવે. ત્યારે તે ૧૦મા ગુણઠાણે હોય. સંજ્વલન લોભનો સર્વથા ક્ષય થતાં તે ૧૨મા ગુણઠાણે આવે. ૧૨માં ગુણઠાણાના ઉપાંત્ય સમયે નિદ્રા રને ખપાવે. ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫ = ૧૪ પ્રકૃતિઓને એકસાથે ખપાવે. પછી ૧૩માં ગુણઠાણે કેવળી થાય. પછી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમયે નિર્માણ, નીચગોત્ર, સાતા/અસાતા, અપર્યાપ્ત, સુસ્વર, દેવ ૨, ખગતિ ૨, ગંધ ૨, પ્રત્યેક ૩, અંગોપાંગ ૩, અગુરુલઘુ ૪, વર્ણ ૫, રસ ૫, શરીર ૫, બંધન ૫, સંઘાતન ૫, સંઘયણ ૬, સંસ્થાન ૬, અસ્થિર ૬, સ્પર્શ ૮ - આ ૭ર પ્રકૃતિઓને અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૭૩ પ્રકૃતિઓને ખપાવે. પછી ૧૪માં ગુણઠાણાના ચરમ સમયે ત્રસ ૩, સુભગ, આદેય, યશ, જિન, ઉચ્ચગોત્ર, સાતા/અસાતા, મનુષ્ય ૩, પંચેન્દ્રિયજાતિ - આ ૧૩ પ્રકૃતિઓને અથવા મનુષ્યાનુપૂર્વી વિના ૧૨ પ્રકૃતિઓને ખપાવે. પછી સાદિ અનંતકાળ માટે સિદ્ધ થાય. (ક્ષપકશ્રેણિની વિસ્તૃત જાણકારી માટે વાંચો અમે લખેલ “ઉપશમનાકરણ ભાગ-૨, ક્ષપકશ્રેણિ અર્થાધિકાર અને પશ્ચિસ્કંધ અર્થાધિકાર, વિસ્તૃત ગુજરાતી વિવેચન')