________________
ના નિર્ગસ્થ પ્રકરણ
• નિર્ચન્હ - ગ્રી એટલે ધર્મોપકરણ સિવાયની બાહ્ય-અત્યંતર ઉપધિ. તેમાંથી નીકળી ગયેલા એટલે કે તેનો ત્યાગ કરનારા તે નિગ્રંથ. તે ૫ પ્રકારના છે – (સૂત્ર-૯૪૮).
૧) પુલાક પુલાક એટલે નિસાર એટલે ડાંગરના ફોતરા. પુલાકની જેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ સાર વિનાના નિગ્રન્થ તે પુલાક. કેટલાક એમ કહે છે કે સતત અપ્રમાદી એવા સાધુ તે પુલાક. તેમના બે પ્રકાર છે – લબ્ધિપુલાક અને સેવાપુલાક.
(a) લબ્ધિપુલાક તપ-ઋતથી ઉત્પન્ન થયેલ લબ્ધિનો ઉપયોગ કરી આજીવિકા ચલાવવાથી પોતાના સંયમને નિઃસાર કરે તે લબ્ધિપુલાક.
(b) સેવાપુલાક - તેમના ૫ ભેદ છે - (i) જ્ઞાનપુલાક - જેની જ્ઞાનમાં અલના વગેરે થાય તે. (i) દર્શનપુલાક - કુદર્શનવાળાનો પરિચય કરે તે. (i) ચારિત્રપુલાક - મૂલગુણો અને ઉત્તરગુણોની પ્રતિસેવા કરે છે. (iv) લિંગપુલાક - યથોક્ત લિંગને અધિકરણ બનાવે છે. () સૂર્મપુલાક - કંઈક પ્રમાદથી મન વડે અકથ્ય ગ્રહણ કરે તે.
૨) બકુશ - બકુશ એટલે શબલ એટલે કે કાબરચીતરું. અતિચારો સેવીને ચારિત્રને કાબરચીતરું કરે તે બકુશ. તેઓ શરીર-ઉપકરણની વિભૂષા કરે, ઋદ્ધિ યશને ઇચ્છ, સુખશીલતાનો આશ્રય કરે, અસંયમ સેવનારા પરિવારવાળા હોય, છેદ પ્રાયશ્ચિત્ત આવે તેવા અતિચાર સેવનારા હોય. તે બે પ્રકારે છે -
(i) શરીરબકુશ - શરીરની શોભા કરે તે શરીરબકુશ. જેમકે – હાથ-પગ-મોટું ધુવે, આંખ-કાન-નાકમાંથી મેલ કાઢે, દાતણ કરે, તેલ માલિશ કરે, વાળ ઓળે વગેરે કરે.