________________
સિદ્ધશિલાનું સ્વરૂપ
૩૨) સર્વરુતજ્ઞત્વ - બધા પશુ-પક્ષીઓના અવાજના અર્થને જાણવાનું સામર્થ્ય.
૩૩) સર્વસત્ત્તાવબોધન - બધા જીવોને બોધ કરવાનું સામર્થ્ય. ૩૪) વિદ્યાધરત્વ - બધી વિદ્યાઓ સ્વયં આવે તેવું સામર્થ્ય. ૩૫) આશીવિષત્વ - દાઢમાં ઝેર હોવાનું સામર્થ્ય. તેના બે પ્રકાર છે
૪૪૨
(i) કર્મથી આશીવિષત્વ - તપ, ચારિત્રના અનુષ્ઠાનો કે બીજા કોઈ ગુણના કારણે પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને સહસ્રાર દેવલોક સુધીના દેવોને પ્રાપ્ત થતું આશીવિષ સાપ, વીંછી, નાગ વગેરે વડે સાધ્ય ક્રિયા કરવાનું સામર્થ્ય.
(ii) જાતિથી આશીવિષત્વ - વીંછી, દેડકા, સાપ અને મનુષ્યને જન્મથી પ્રાપ્ત થતું દાઢામાં ઝેર હોવાનું સામર્થ્ય.
-
૩૬) ભિન્નચૌદપૂર્વીપણું - ન્યૂન ૧૪ પૂર્વોને જાણવાનું સામર્થ્ય. ૩૭) અભિન્નચૌદપૂર્વીપણું - સંપૂર્ણ ૧૪ પૂર્વોને જાણવાનું સામર્થ્ય. તે ઋદ્ધિઓને વિષે અનાસક્ત એવો જીવ આગળ વધી સકલકર્મનો ક્ષય કરી સંસારસુખને ઓળંગી આત્યંતિક, ઐકાંતિક, નિરુપમ, નિત્ય, નિરતિશય, નિર્વાણ સુખને પામે છે.
જેમ અંધકારનો નાશ અને પ્રકાશની ઉત્પત્તિ એકસાથે થાય છે, તેમ કર્મોનો નાશ અને નિર્વાણની ઉત્પત્તિ એકસાથે થાય છે. ♦ સિદ્ધશિલાનું સ્વરૂપ - સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર સિદ્ધશિલા આવેલી છે. મતાંતરે સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર લોકાંત છે. સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી-પહોળી છે. તે અર્જુનસુવર્ણમય હોવાથી સ્ફટિકની જેમ નિર્મળ છે. તે સીધા કરેલ છત્રના આકારે અથવા ઘીથી ભરેલ કડાઈના આકારે છે. તે મધ્યભાગે ૮ યોજન જાડી છે. ત્યારપછી તેની જાડાઈ ઘટતી ઘટતી