________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની
કારિકા મૂળગાથા અને શબ્દાર્થ
સમ્યગ્દર્શનશુદ્ધ, યો જ્ઞાન વિરતિમેવ ચાખ્યોતિ . દુઃખનિમિત્તમપીદં, તેન સુલબ્ધ ભવતિ જન્મ ના
જે જીવ સમ્યગ્દર્શનથી શુદ્ધ એવા જ્ઞાન અને ચારિત્રને પામે છે, તેનો દુઃખોના કારણભૂત એવો પણ આ મનુષ્યજન્મ પ્રશંસાપાત્ર બને છે. (૧)
જન્મનિ કર્મક્લેશ-રનુબદ્ધેડસ્મિતથા પ્રયતિતવ્યમ્ કર્મલ્લેશાભાવો, યથા ભવત્યેષ પરમાર્થ રા જન્મ થવા પર મન-વચન-કાયાથી કર્મો બંધાય છે. કર્મોથી કષાયોરૂપી ક્લેશો પ્રગટે છે. ક્લેશોને લીધે ફરી જન્મ થાય છે. જન્મ થવા પર કર્મો બંધાય છે. કર્મોથી ક્લેશો થાય છે. ક્લેશોને લીધે ફરી જન્મ થાય છે. આમ જન્મ આઠ પ્રકારના કર્મો અને કષાયોરૂપી ક્લેશોથી સતત વીંટળાયેલ છે. આવા આ મનુષ્ય જન્મમાં તેવી રીતે પ્રયત્ન કરવો કે જેથી કર્મો અને ક્લેશોનો ક્ષય થાય. આ પરમાર્થ છે, એટલે કે ઉત્કૃષ્ટ ફળ છે, એટલે કે મોક્ષ છે. (૨)
પરમાર્થાલાભે વા, દોષેધ્વારમ્ભકસ્વભાવેષ !
કુશલાનુબન્ધમેવ, સ્પાદનવદ્ય યથા કર્મ | કાળ-સંઘયણની હાનિના કારણે આ જન્મમાં મોક્ષ ન મળે તો પણ અશુભમાં પ્રવૃત્તિ કરાવનાર દોષો હોતે છતે તેવી રીતે પ્રવૃત્તિ કરવી કે જેથી કુશળનો અનુબંધ કરાવનાર અનિંદ્ય કર્મ બંધાય. (૩)