________________
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૪૫૧
જે અતિમહાન ગ્રંથ અને અર્થવાળા એવા જિનવચનનો સંગ્રહ કરવા ઇચ્છે છે, તે અજ્ઞાનથી પર્વતને ભેદવા ઇચ્છે છે, બે હાથથી પૃથ્વીને ઉંચકવા ઇચ્છે છે, બે હાથથી સમુદ્રને તરવા ઇચ્છે છે, ઘાસના અગ્રભાગથી સમુદ્રને માપવા ઇચ્છે છે, આકાશમાં ચંદ્રને ઓળંગવા ઇચ્છે છે, હાથથી મેરૂપર્વતને કંપાવવા ઇચ્છે છે, ગતિથી પવનને જીતવા ઇચ્છે છે, છેલ્લા (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવા ઇચ્છે છે, આગિયાની પ્રભાથી સૂર્યનો પરાભવ કરવા ઇચ્છે છે. (૨૪, ૨૫, ૨૬)
એકમપિ તુ જિનવચના, યસ્માનિર્વાહક પદં ભવતિ | શ્રયન્ત ચાનન્તા, સામાયિકમાત્રપદસિદ્ધાઃ મેરા તસ્મત્તભ્રામાણ્યાતું, સમાસતો વ્યાસતથ્ય જિનવચનમ્ શ્રેય ઇતિ નિર્વિચાર, ગ્રાહ્ય ધાર્ય ચ વાચ્ય ચ ૨૮.
જે કારણથી જિનવચનનું એક પણ પદ સંસારથી પાર ઉતારનાર થાય છે અને “કરેમિ ભંતે ! સામાઈય” એટલા જ માત્ર પદને ભાવથી ગ્રહણ કરીને અનંતા જીવો સિદ્ધ થયા છે, એવું સંભળાય છે, તે કારણથી જિનવચન પ્રમાણ હોવાથી “જિનવચન કલ્યાણકારી છે એ પ્રમાણે શંકા વિના સંક્ષેપથી અને વિસ્તારથી તેને ગ્રહણ કરવું, ધારણ કરવું અને બીજાને કહેવું. (૨૭, ૨૮).
ન ભવતિ ધર્મ શ્રોતુ, સર્વસ્યકાન્તતો હિતશ્રવણાતું ! બ્રુવતોડનુગ્રહબુદ્ધયા, વત્સ્વે કાત્તતો ભવતિ ||રલા હિતકારી વચન સાંભળવાથી બધા શ્રોતાઓને એકાંતે ધર્મ નથી થતો, કેમકે તેમનું મન બીજે ક્યાંય હોય અથવા તેમનો અંતરાત્મા દુષ્ટ હોય. શ્રોતાઓ ઉપરની અનુગ્રહ બુદ્ધિથી બોલનારા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. (૨૯)