Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 503
________________ ૪૭૨ ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૪૦) સાગરોપમે. (૪૦) (સનકુમાર દેવલોકમાં જઘન્ય સ્થિતિ) ર સાગરોપમ છે. (૪૧) અધિકે ચ. (૪૧) (મહેન્દ્ર દેવલોકમાં જઘન્ય સ્થિતિ) સાધિક ર સાગરોપમ છે. (૪૨) પરતઃ પરતઃ પૂર્વા પૂનત્તરા. (૪૨) પછી પછીના દેવલોકોમાં અનંતર (તરત) પૂર્વે પૂર્વે(ના દેવલોકો)ની (ઉત્કૃષ્ટ સ્થિતિ) એ જઘન્ય સ્થિતિ છે. (૪૩) નારકાણાં ચ દ્વિતીયાદિષ. (૪૩) નારકીઓની પૂર્વે પૂર્વેની ઉત્કૃષ્ટ સ્થિતિ એ) બીજી વગેરે નરકમૃથ્વીઓમાં (જઘન્ય સ્થિતિ છે). (૪૪) દશવર્ષસહસ્રાણિ પ્રથમાયા.... (૪૪) પહેલી નરકમૃથ્વીમાં નારકીઓની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. (૪૫) ભવનેષુ ચ. (૪૫) અને ભવનપતિમાં (જઘન્ય સ્થિતિ ૧૦,000 વર્ષ છે). (૪૬) વ્યન્તરાણાં ચ. (૪૬) અને વ્યંતરોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે). (૪૭) પરા પલ્યોપમન્. (૪૭) (વ્યંતરોની) ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૪૮) જ્યોતિષ્ઠાણાધિકમ્. (૪૮) જ્યોતિષ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧ પલ્યોપમ છે.

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546