________________
છે શ્રીતત્વાર્થાધિગમસૂત્ર
મૂળસૂત્ર અને શબ્દાર્થ
પહેલો અધ્યાય (૧) સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:
(૧) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર એ (ત્રણ પ્રકારનો) મોક્ષમાર્ગ છે. (૨) તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્.
(૨) તત્ત્વરૂપ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. (૩) તરિસર્ગાદધિગમાઠા.
(૩) તે સ્વાભાવિક રીતે કે બીજાના ઉપદેશથી થાય છે. (૪) જીવાજીવાસવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષાસ્તત્ત્વમ્.
(૪) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ (૭ પ્રકારના) તત્ત્વો છે. (૫) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતસ્તસ્યાસઃ.
(૫) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી તેમના નિક્ષેપો થાય છે. (૬) પ્રમાણનવૈરધિગમઃ.
(૬) જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. (૭) નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિકરણ-સ્થિતિ-વિધાનતા.
(૭) જીવાદિ તત્ત્વોનું જ્ઞાન નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને ભેદથી થાય છે.