________________
૪૫૯
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૧) સમનસ્કામનસ્કા.
(૧૧) (જીવો બે પ્રકારના છે –) મનવાળા અને મન વિનાના. (૧૨) સંસારિણ-ઐસ-સ્થાવરાઃ.
(૧૨) સંસારી જીવો બે પ્રકારના છે - ત્રસ અને સ્થાવર. (૧૩) પૃથ્થધ્વનસ્પતયઃ સ્થાવરા..
(૧૩) પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એ સ્થાવર છે. (૧૪) તેજોવાયૂ કન્દ્રિયોદયશ્ય ત્રસાઃ.
(૧૪) તેઉકાય, વાયુકાય અને બેઈન્દ્રિય વગેરે ત્રસ છે. (૧૫) પંચેન્દ્રિયાણિ.
(૧૫) ઈન્દ્રિયો પાંચ છે. (૧૬) દ્વિવિધાનિ.
(૧૬) (તે) બે પ્રકારની છે. (૧૭) નિવૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ્.
(૧૭) નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિય છે. (૧૮) લબ્ધપયોગૌ ભાવેન્દ્રિયમ્.
(૧૮) લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે. (૧૯) ઉપયોગઃ સ્પર્શાદિષ.
(૧૯) સ્પર્શ વગેરેમાં ઉપયોગ હોય છે. (૨૦) સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુઃ-શ્રોત્રાણિ.