________________
४४८
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ અનેક ભવોમાં જીવોની અનુકંપા વગેરે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વગેરે શુભક્રિયાઓના અભ્યાસથી જેમનો અંતરાત્મા ભાવિત થયો, જેઓ જ્ઞાત (વિશેષ પ્રકારના ક્ષત્રિય) અને ઇક્વાકુ (વિશેષ પ્રકારના જ્ઞાતક્ષત્રિય)માં સિદ્ધાર્થ રાજાના કુળમાં દીપક સમાન જન્મ્યા, (૧૧)
જ્ઞાનૈઃ પૂર્વાધિગતૈ-રપ્રતિપતિતમૈતિશ્રુતાવધિભિઃ | ત્રિભિરપિ શુયુક્તક, શૈત્યવ્રુતિકાન્તિભિરિવેઃ II૧૨ા
જેમ ચંદ્ર ઠંડક, ઘુતિ અને કાંતિથી યુક્ત છે, તેમ જેઓ પૂર્વભવમાં પ્રાપ્ત થયેલા અને નહિ પડેલા એવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનરૂપી ત્રણ શુદ્ધ જ્ઞાનોથી યુક્ત હતા, (૧૨) શુભસારસન્ધસંહનન-વીર્યમાહાભ્યરૂપગુણયુક્તઃ | જગતિ મહાવીર ઈતિ, ત્રિદર્શષ્ણુણતઃ કૃતાભિખ્ય ll૧all
શુભ સાર, સત્ત્વ, સંઘયણ, વીર્ય, મહિમા, રૂપ અને ગુણથી યુક્ત એવા જેમનું જગતમાં દેવોએ ગુણ ઉપરથી મહાવીર એવું નામ પાડ્યું હતું, (૧૩)
સ્વયમેવ બુદ્ધતત્ત્વઃ, સત્ત્વહિતાવ્યુઘતાચલિતસત્ત્વઃ. અભિનન્દિતશુભસત્ત્વ, સેન્ટ્રોંકાન્તિમૈદેવેઃ II૧૪
જેઓ સ્વયં તત્ત્વનો બોધ પામેલા હતા, જેઓ જીવોના હિત માટે તૈયાર હતા, જેમનું સત્ત્વ ચલિત નહોતું થયું, ઈન્દ્રો સહિત લોકાંતિક દેવોએ જેમના શુભસત્ત્વની અનુમોદના કરી હતી, (૧૪) જન્મજરામરણા, જગદશરણમભિસમીક્ષ્ય નિઃસારમ્ | ફીતમપહાય રાજ્ય, રામાય ધીમાનું પ્રવવાજ ૧પ
જગતને જન્મ, જરા અને મરણથી પીડિત, અશરણ અને સાર વિનાનું જોઈને જેમણે સમૃદ્ધ એવા રાજ્યને છોડીને મોક્ષ માટે ચારિત્ર