________________
૪૪૪
સંપૂર્ણ કર્મોનો ક્ષય થવાથી મોક્ષ
અંતે અંગુલીઅસંખ્ય જેટલી થાય છે. સિદ્ધશિલાની ઉપર ૧ યોજને લોકાંત છે. તે યોજનના ઉપરના ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની સ્થિતિ છે.
સુખના ચાર અર્થો- લોકમાં સુખ શબ્દ ચાર અર્થોમાં વપરાય છે - ૧) વિષયમાં - વિષયોને સુખરૂપ માનવા તે. જેમકે અગ્નિ સુખ છે,
વાયુ સુખ છે. ૨) વેદનાના અભાવમાં-દુઃખના અભાવમાં હું સુખી છું એમ માનવું તે. ૩) વિપાકમાં - સાતવેદનીય વગેરે પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થતું ઈષ્ટ
વૈષયિકસુખ. ૪) મોક્ષમાં - કર્મ અને ક્લેશના ક્ષયથી પ્રાપ્ત થતું સુખ.
સકલ કર્મોનો ક્ષય થવાથી જીવ મોક્ષનું સુખ પામે છે. ૦ આમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્રથી યુક્ત સાધુ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પામે છે.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્રથી યુક્ત એવો જે સાધુ મોક્ષ માટે પ્રયત્ન કરવા છતાં કાળ-સંઘયણ-આયુષ્યના દોષથી અલ્પશક્તિવાળો હોવાથી સકલ કર્મનો ક્ષય કરી શકતો નથી તે આયુષ્યના ક્ષયે વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે પુણ્યકર્મને ભોગવી સ્થિતિના ક્ષયથી અવીને ઉત્તમ-દેશ-જાતિ-કુળ-શીલ-વિદ્યાવિનય-વૈભવ-વિષય-ઐશ્વર્યયુક્ત મનુષ્યભવમાં જન્મીને વિશુદ્ધ બોધિને પામે છે. આમ ત્રણ વાર જન્મીને એટલે કે ત્રણ ભવ (મનુષ્ય-દેવમનુષ્ય) કરીને તે સિદ્ધ થાય છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ સંપૂર્ણ