________________
હું મોક્ષતત્વ - • મોક્ષ -
મોહનીયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (સૂત્ર-૧૦/૧)
ત્યાર પછી શેષ ચાર અઘાતી કર્મોથી યુક્ત એવા કેવળજ્ઞાની ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરે છે.
પછી ૧૪મા ગુણઠાણાને અંતે વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ – આ ચાર અઘાતિકર્મોનો ક્ષય થાય છે. આમ ૮ મૂળપ્રકૃતિ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિ એમ સર્વ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એ જ મોક્ષ છે.
પૂર્વે કહેલા પાંચ બંધહેતુઓનો અભાવ હોવાથી નવા કર્મો બંધાતા નથી અને જૂના કર્મો નિર્જરા દ્વારા સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. આમ બંધહેતુઓનો અભાવ અને નિર્જરા - આ બંને દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય થઈ જવાથી મોક્ષ થાય છે. (સૂત્ર-૧૦/ર, ૧૦/૩) • કયા ગુણઠાણે કઈ પ્રકૃતિઓનો ક્ષય થાય છે?
ગુણઠાણા | ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્ષય ૪થા થી ૭મુ | મોહનીય ૭ = અનંતાનુબંધી ૪, દર્શન ૩ | ૭ | મોહનીય ૨૦ = અપ્રત્યાખ્યાનાવરણીય ૪,
પ્રત્યાખ્યાનાવરણીય ૪, વેદ ૩,
હાસ્ય ૬, સંજ્વલન ૩ નામ ૧૩ = નરકગતિ, નરકાનુપૂર્વી,
તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, જાતિ ૪, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ
૯મુ