________________
૪૨૪
કર્મક્ષય થયા પછી જીવની ગતિ
ગુણઠાણા ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્ષય ૧૪માના | ગોત્ર ૧ = નીચગોત્ર દ્વિચરમસમયે ૧૪માના નામ ૯
નામ ૯ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ચરમ સમયે
ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ,
આદેય, યશ, જિન વેદનીય ૧ = સાતા/અસાતા | ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર
આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય કુલ
૧૫૫ આમ ૧૫૫ પ્રકૃતિઓનો ક્ષય થયો. દેવાયુષ્ય, નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય બાંધ્યા ન હોવાથી તેમનો ક્ષય કરવાનો નથી.
સાયિક સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સિદ્ધત્વ વગેરે રૂપ ક્ષાયિકભાવ સિવાયના ઔપશમિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક ભાવો અને ભવ્યત્વનો અભાવ હોવાથી મોક્ષ થાય છે. (સૂત્ર-૧૦૪).
કર્મક્ષય થયા પછી જીવની ગતિ - સંપૂર્ણ કર્મનો ક્ષય થયા પછી જીવ ઉપર ચૌદ રાજલોકને અંતે જાય છે. (સૂત્ર-૧૦/૫) કર્મ વિના પણ જીવની આ ગતિના ૪ હેતુ છે - (સૂત્ર-૧૦/૬)
(i) પૂર્વપ્રયોગથી - જેમ દાંડાથી કુંભારનું ચક્ર હલાવ્યા પછી દાંડો લઈ લેવા છતાં પૂર્વના પ્રયોગથી તે ચક્ર હાલે છે, તેમ કર્મોનો ક્ષય થવા છતા યોગનિરોધને અભિમુખ એવા જીવની ક્રિયાના પ્રયોગના સંસ્કાર ક્ષીણ થયા ન હોવાથી યોગના અભાવમાં પણ તે પૂર્વપ્રયોગથી ગતિ થાય છે.