________________
૪૨૬
ક્ષેત્ર, કાળ
અપેક્ષાએ વિચારણા. ઋજુસૂટાનય, શબ્દનય, સમભિરૂઢનય એવંભૂતનય - આ ચાર નવો પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીય નાયો છે.
સિદ્ધોને વિષે આ બે નયોથી ૧૨ અનુયોગદ્વારોની વિચારણા કરવાની છે. તે આ પ્રમાણે -
૧) ક્ષેત્ર - સિદ્ધો કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય છે?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધો સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થાય છે.
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ - જન્મથી ૧૫ કર્મભૂમિમાં જન્મેલા સિદ્ધ થાય છે. સંહરણથી મનુષ્યક્ષેત્રમાં રહેલા સિદ્ધ થાય છે.
સંદરણ બે પ્રકારનું હોય છે –
(i) સ્વકૃતસંહરણ - ચારણલબ્ધિવાળા અને વિદ્યાધરોનું ઇચ્છાપૂર્વક વિશિષ્ટ સ્થાનમાં જવું તે.
ii) પરકૃતસંહરણ - ચારણલબ્ધિવાળા, વિદ્યાધરો અને દેવો અન્ય જીવને દુશ્મનપણાથી કે અનુકંપાથી અન્યત્ર મૂકે છે.
પ્રમત્તસંયત અને દેશવિરતનું સંહરણ થાય છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિસંયમવાળા, પુલાક સંયત, અપ્રમત્ત સંયત, ૧૪ પૂર્વી, આહારકશરીરી – આટલાનું સંહરણ ન થાય.
૨) કાળ - કયા કાળમાં સિદ્ધ થાય છે?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અકાળમાં સિદ્ધ થાય છે.
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ – (a) જન્મથી -
(૧) સામાન્યથી - અવસર્પિણી, ઉત્સર્પિણી અને અનવસર્પિણીઅનુત્સર્પિણીમાં સિદ્ધ થાય છે.