________________
૧૨ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા
૪૨૫
(ii) અસંગ હોવાથી - દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ બે ગતિમાન દ્રવ્યો છે. તેમાં પુગલો નીચે જવાના સ્વભાવવાળા છે અને જીવો ઉપર જવાના સ્વભાવવાળા છે. તેથી બધા સંગોથી રહિત જીવની સ્વાભાવિક રીતે ઊર્ધ્વગતિ થાય છે.
(ii) બંધનો છેદ થવાથી - જેમ બીજકોશના બંધન છેદાવાથી એરંડિયાના બીજની ઊર્ધ્વગતિ થાય છે, તેમ કર્મના બંધન છેદાવાથી જીવની ઊર્ધ્વગતિ થાય છે.
(iv) તેવા પ્રકારના ગતિપરિણામથી - સર્વકર્મરહિત જીવ યોગ વિનાનો હોવા છતાં તેનો તેવા પ્રકારનો ગતિપરિણામ હોય છે કે જેનાથી તેની ઊર્ધ્વગતિ થાય છે.
સૂકુ તુંબડું પાણીમાં ડૂબતું નથી. તેની ઉપર માટીનો લેપ કરવામાં આવે તો તે પાણીને તળિયે બેસી જાય છે. પાણીથી માટી ભીની થઈને
જ્યારે તેનો લેપ ઊખડી જાય છે, ત્યારે તે તુંબડું પાણીની સપાટીએ આવી જાય છે. તેમ જીવનો સ્વભાવ ઉપર જવાનો છે. કર્મના લેપથી તે સંસારમાં ડૂબે છે. જ્યારે કર્મોનો લેપ ઊખડી જાય છે, ત્યારે જીવની ઊર્ધ્વગતિ થાય છે અને તે લોકને અંતે પહોંચી જાય છે.
અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી જીવની અલોકમાં ગતિ થતી નથી.
૧૨ અનુયોગદ્વારોથી સિદ્ધો (મોક્ષમાં ગયેલા જીવો)ની વિચારણા - (સૂત્ર-૧૦/૭)
બે નય છે –
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય - સિદ્ધોની પૂર્વાવસ્થાની અપેક્ષાએ વિચારણા. નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય - આ ત્રણ નયો પૂર્વભાવપ્રજ્ઞાપનીય નયો છે.
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય - સિદ્ધોની વર્તમાન અવસ્થાની