________________
કુશીલ
૪૧૭
(ii) ઉપકરણબકુશ - જે અકાળે જ ચોલપટ્ટો-કપડા વગેરેને વે, જેને ચોખ્ખા કપડાં પહેરવા પ્રિય હોય, જે પાત્રા-દાંડો વગેરે તેલથી ઉજ્જવળ કરે તે ઉપકરણબકુશ.
બકુશ સામાન્યથી ૫ પ્રકારના છે -
(i) આભોગબકુશ - જાણીને અતિચારો સેવે તે. (ii) અનાભોગબકુશ - અજાણતા અતિચારો સેવે તે. (iii) સંવૃતબકુશ - છૂપી રીતે અતિચારો સેવે તે. (iv) અસંવૃતબકુશ - પ્રગટ રીતે અતિચારો સેવે તે. (v) સૂક્ષ્મબકુશ - કંઈક પ્રમાદથી આંખનો મેલ વગેરે દૂર કરે તે.
૩) કુશીલ - શીલ એટલે અઢાર હજાર ભાંગાવાળુ ચારિત્ર. ઉત્તરગુણનો ભંગ કરવા વડે કે કષાયો વડે જેનું શીલ ખરાબ છે તે કુશીલ. તેના બે ભેદ છે -
(i) પ્રતિસેવનાકુશીલ - તેઓ ઇન્દ્રિયોના નિગ્રહ વિનાના હોય છે, કંઈક બહાનુ કાઢીને ઉત્તરગુણોમાં અતિચાર લગાડે છે. તેમના ૫ ભેદ છે -
(i) જ્ઞાનપ્રતિસેવનાકુશીલ - જ્ઞાનના અતિચારોને સેવે તે. (ii) દર્શનપ્રતિસેવનાકુશીલ - દર્શનના અતિચારોને સેવે તે. (iii) ચારિત્રપ્રતિસેવનાકુશીલ - ચારિત્રના અતિચારોને સેવે તે. (iv) લિંગપ્રતિસેવનાકુશીલ - લિંગના અતિચારોને સેવે તે. (v) સૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ - આ મહાત્મા સારા તપસ્વી છે વગેરે પ્રશંસાથી જે સંતુષ્ટ થાય તે.
(ii) કષાયકુશીલ - સંજ્વલન કષાયોના ઉદયના કારણે જેમનું શીલ ખરાબ છે તે કષાય કુશીલ.
૪) નિગ્રન્થ - ૧૧મા-૧૨મા ગુણઠાણે રહેલા અને ૨ સમયવાળા ઇર્યાપથ કર્મબંધને પામેલા મહાત્માઓ તે નિર્પ્રન્થ. તેમના ૫ ભેદ છે