________________
જીવોની નિર્જરા
૪૧૫
• જીવોની નિર્જરા (સૂત્ર-૯૪૭)
સમ્યગ્દષ્ટિની નિર્જરા કરતા શ્રાવકની નિર્જરા અસંખ્ય ગુણ છે. તેના કરતા વિરતની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા અનંતાનુબંધીવિસંયોજકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા દર્શનમોહનીયક્ષપકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા ચારિત્રમોહનીયઉપશમકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા ઉપશાંતકષાયવીતરાગછબસ્થની નિર્જરા અસંખ્ય ગુણ છે. તેના કરતા ચારિત્રમોહનીયક્ષપકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા કેવળીની નિર્જરા અસંખ્ય ગુણ છે.
• નારી નરકની દીવડી, દુર્ગતિ તણી દાતાર રે. સુખ સંસારમાં નહીં, આત્મામાં છે.
ગુરુબહુમાન એ જ મોક્ષ છે. • અફર પાછળ અફસોસ ન કરવો. • ઈરિયાવહી કર્યા વિના ચૈત્યવંદન, સજઝાય, આવશ્યક વગેરે
કશું કરવું કહ્યું નહીં. • આ ભવમાં આપણે એવી મજબૂત આરાધના કરીએ કે કર્મસત્તા
આપણને જન્મ લેવા માટે “Once More' કહે એ પહેલા આપણે
એને “No More' કહી શકીએ. • સંયમી બનવામાં છોડવાનું થોડું છે, મેળવવાનું ઘણું છે. • જેનું અભિમાન કરો એ વસ્તુ ભવિષ્યમાં હલકી મળે. • ઓછા પૈસે સંતોષ હજી સુલભ છે, પણ અઢળક પૈસે સંતોષ ભારે
દુર્લભ છે.