SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ કુશીલ ૪૧૭ (ii) ઉપકરણબકુશ - જે અકાળે જ ચોલપટ્ટો-કપડા વગેરેને વે, જેને ચોખ્ખા કપડાં પહેરવા પ્રિય હોય, જે પાત્રા-દાંડો વગેરે તેલથી ઉજ્જવળ કરે તે ઉપકરણબકુશ. બકુશ સામાન્યથી ૫ પ્રકારના છે - (i) આભોગબકુશ - જાણીને અતિચારો સેવે તે. (ii) અનાભોગબકુશ - અજાણતા અતિચારો સેવે તે. (iii) સંવૃતબકુશ - છૂપી રીતે અતિચારો સેવે તે. (iv) અસંવૃતબકુશ - પ્રગટ રીતે અતિચારો સેવે તે. (v) સૂક્ષ્મબકુશ - કંઈક પ્રમાદથી આંખનો મેલ વગેરે દૂર કરે તે. ૩) કુશીલ - શીલ એટલે અઢાર હજાર ભાંગાવાળુ ચારિત્ર. ઉત્તરગુણનો ભંગ કરવા વડે કે કષાયો વડે જેનું શીલ ખરાબ છે તે કુશીલ. તેના બે ભેદ છે - (i) પ્રતિસેવનાકુશીલ - તેઓ ઇન્દ્રિયોના નિગ્રહ વિનાના હોય છે, કંઈક બહાનુ કાઢીને ઉત્તરગુણોમાં અતિચાર લગાડે છે. તેમના ૫ ભેદ છે - (i) જ્ઞાનપ્રતિસેવનાકુશીલ - જ્ઞાનના અતિચારોને સેવે તે. (ii) દર્શનપ્રતિસેવનાકુશીલ - દર્શનના અતિચારોને સેવે તે. (iii) ચારિત્રપ્રતિસેવનાકુશીલ - ચારિત્રના અતિચારોને સેવે તે. (iv) લિંગપ્રતિસેવનાકુશીલ - લિંગના અતિચારોને સેવે તે. (v) સૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ - આ મહાત્મા સારા તપસ્વી છે વગેરે પ્રશંસાથી જે સંતુષ્ટ થાય તે. (ii) કષાયકુશીલ - સંજ્વલન કષાયોના ઉદયના કારણે જેમનું શીલ ખરાબ છે તે કષાય કુશીલ. ૪) નિગ્રન્થ - ૧૧મા-૧૨મા ગુણઠાણે રહેલા અને ૨ સમયવાળા ઇર્યાપથ કર્મબંધને પામેલા મહાત્માઓ તે નિર્પ્રન્થ. તેમના ૫ ભેદ છે
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy