________________
૧૪ ગુણઠાણાનું સ્વરૂપ
૪૦૯ યોગોમાં જે પ્રમાદ કરે છે તે પ્રમત્ત. પ્રમત્ત એવા સંયતનું ગુણસ્થાનક તે પ્રમત્તસંયત ગુણસ્થાનક.
૭) અપ્રમત્તસંયત ગુણસ્થાનક - નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાના સંયતનું ગુણસ્થાનક તે અપ્રમત્તસંવતગુણસ્થાનક.
૮) અપૂર્વકરણ ગુણસ્થાનક - સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, સ્થિતિબંધ - આ પાંચ અપૂર્વ વસ્તુઓ જ્યાં થાય છે તે અપૂર્વકરણ ગુણસ્થાનક.
સ્થિતિઘાત - સત્તામાં રહેલ જ્ઞાનાવરણાદિ કર્મની દીર્ઘસ્થિતિઓને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવી તે સ્થિતિઘાત.
રસઘાત - સત્તામાં રહેલ જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોના તીવ્ર રસને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવો તે રસઘાત.
ગુણશ્રેણિ - ઉપરની સ્થિતિમાંથી અપવર્તનાકરણ વડે ઉતારેલા કર્મદલિકોને જલ્દીથી ખપાવવા માટે ઉદય સમયથી અંતર્મુહૂર્ત સુધીના સમયોમાં અસંખ્યગુણના ક્રમથી ગોઠવવા તે ગુણશ્રેણિ.
ગુણસંક્રમ - સત્તામાં રહેલા નહીં બંધાતા અશુભકર્મના દલિકોને પ્રતિસમય અસંખ્ય ગુણવૃદ્ધિથી બંધાતી કર્મપ્રકૃતિમાં સંક્રમાવવા તે ગુણસંક્રમ.
અપૂર્વસ્થિતિબંધ - વિશુદ્ધિના કારણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગ ન્યૂન સ્થિતિબંધ કરવો તે અપૂર્વસ્થિતિબંધ.
૯) અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનક - નિવૃત્તિ-તરતમતા. એક સાથે આ ગુણસ્થાનકે આવેલા જીવોના અધ્યવસાય સરખા (તરતમતા વિનાના) હોય છે. હવે પછીના ગુણસ્થાનકમાં સૂક્ષ્મ કષાયનો ઉદય આવવાનો છે. તેની અપેક્ષાએ અહીં બાદર કષાયનો