________________
૪૦૬
સૂક્ષ્મસંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર વાચનાચાર્ય તપ કરે, “એક જણ સેવા કરે અને એક વાચનાચાર્ય થાય. આમ ૬ માસ કરે. આમ ૧૮ મહિને આ તપ પૂર્ણ થાય. ત્યાર પછી કેટલાક ફરીથી તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારે, કેટલાક જિનકલ્પ સ્વીકારે અને કેટલાક ગચ્છમાં પ્રવેશ કરે.
આ ચારિત્ર પહેલા-છેલ્લાં ભગવાનના શાસનમાં જ હોય છે, ૨૨ ભગવાનના શાસનમાં હોતું નથી. આ ચારિત્ર સ્થિતકલ્પમાં જ હોય છે.
આ ચારિત્રના બે ભેદ છે –
9 નિર્વિશ્યમાનક વર્તમાનમાં સેવાતું એવું પરિહારવિશુદ્ધિચારિત્ર તે નિર્વિશ્યમાનક. આ ચારિત્ર સેવનારા પણ નિર્વિશ્યમાનક કહેવાય છે.
(i) નિર્વિકાયિક- ભૂતકાળમાં સેવાયેલું એવું પરિહારવિશુદ્ધિચારિત્ર તે નિર્વિષ્ટકાયિક. જેમણે આ ચારિત્ર સેવી લીધું છે તે પણ નિર્વિષ્ટકાયિક.
(૪) સૂમપરાય ચારિત્ર - સૂક્ષ્મ લોભ કષાયનો જ ઉદય જે ચારિત્રમાં હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર.
(૫) યથાખ્યાત ચારિત્ર - સંપૂર્ણ અતિચાર વિનાનું નિર્મળ ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. ચારિત્ર
ગુણઠાણા સામાયિક ૬ઠ્ઠ, ૭મુ, ૮મુ, ૯મુ છેદોપસ્થાપ્ય | ૬ઠ્ઠ, ૭મુ, ૮મુ, ૯મું પરિહારવિશુદ્ધિ | ૬ઠ્ઠ, ૭મુ સૂક્ષ્મસંપરાય | ૧૦મુ યથાખ્યાત ૧૧મુ, ૧૨મુ, ૧૩મુ, ૧૪મુ
Lપ્રવચનસારોદ્ધારની ગાથા ૬૦૭ની ટીકામાં કહ્યું છે કે બાકીના આઠમાંથી એક વાચનાચાર્ય થાય અને સાત સેવા કરે.