________________
૪૦૦
યથાલંદ કલ્પ
(પાત્રાસન, પાત્રબંધન (ઝોડી), પલ્લા, પાત્રા, પાત્રકેસરીકા (પૂજણી), ગુચ્છા, રજસાણ)
૧૦ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૧ કપડો, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ ૧૧ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૨ કપડા, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ ૧૨ પ્રકારે - મુપત્તિ, રજોહરણ, ૩ કપડા, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ
વિરકલ્પ અને જિનકલ્પ સંબંધી આવા પ્રકારની નગ્નતા અહીં નાન્ય પરીષહમાં લેવી.
(૧) સંસૃષ્ટા (૨) અસંસૃષ્ટા (૩) ઉદ્ધતા (૪) અલ્પલેપિકા (૫) અવગૃહીતા (૬) પ્રગૃહીતા (૭) ઉક્ઝિતધર્મા - આ સાત પ્રકારની એષણામાંથી પહેલી બેને છોડી જિનકલ્પી બાકીની પાંચમાંથી કોઈ પણ બેનો અભિગ્રહ કરે. એક એષણાથી પાણી લે અને બીજી એષણાથી આહાર લે. દશ પ્રકારની સામાચારીમાંથી જિનકલ્પીને પાંચ સામાચારી હોય છે - મિથ્થાકાર, આમચ્છન, આવશ્યકી, નૈષેલિકી, ગૃહસ્થોપસંપદા. અથવા જિનકલ્પીને ત્રણ સામાચારી હોય છે – આવશ્યકી, નિષેલિકી, ગૃહસ્થોપસંપદા. તેમની શ્રુતસંપદા જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધીની હોય છે અને ઉત્કૃષ્ટથી ન્યૂન દશ પૂર્વ સુધીની હોય છે. તેઓ પહેલા સંઘયણવાળા હોય છે. ક્ષેત્રથી તેમનો જન્મ અને સદ્ભાવ બધી જ કર્મભૂમિઓમાં હોય છે, સંકરણથી તેઓ કર્મભૂમિ કે અકર્મભૂમિમાં હોય છે. કાળથી અવસર્પિણીમાં તેમનો જન્મ ત્રીજાચોથા આરામાં હોય છે, સદ્ભાવ ત્રીજા-ચોથા-પાંચમા આરામાં હોય છે. કાળથી ઉત્સર્પિણીમાં તેમનો જન્મ બીજા-ત્રીજા-ચોથા આરામાં હોય છે, સદૂભાવ ત્રીજા-ચોથા આરામાં હોય છે. જિનકલ્પનો સ્વીકાર સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રવાળાને હોય છે.
પરિહારવિશુદ્ધિ - તે આગળ ચારિત્રના પ્રકારમાં કહેવાશે.