________________
બાવીસ પરીષહ
૪૦૩ (૧૮) મલ - શરીર કે વસ્ત્ર ઉપર લાગેલ મેલ દૂર કરવા પ્રયત્ન ન કરવો તે મલ પરીષહ.
(૧૯) સત્કાર-પુરસ્કાર - બીજા આહાર-પાણી-વસ્ત્ર-પાત્રા વગેરે આપે તે સત્કાર. બીજા ગુણોની પ્રશંસા કરે, વંદન કરે, ઊભા થાય, આસન આપે તે પુરસ્કાર. કોઈ સત્કાર-પુરસ્કાર કરે તો આનંદ ન પામવો અને ન કરે તો દીનતા-દ્વેષ ન કરવો તે સત્કાર-પુરસ્કાર પરીષહ.
(૨૦) પ્રજ્ઞા - બહુ બુદ્ધિશાળી હોય તો ગર્વ ન કરવો, અલ્પબુદ્ધિવાળો હોય તો દીનતા ન કરવી તે પ્રજ્ઞા પરીષહ. . (૨૧) અજ્ઞાન - ૧૪ પૂર્વો, ૧૧ અંગો વગેરે શ્રતને ધારણ કરતો હોય તો તેનો ગર્વ ન કરવો, આગમના જ્ઞાન વિનાનો હોય તો પણ જ્ઞાનાવરણ કર્મના ઉદયને વિચારવો તે અજ્ઞાન પરીષહ.
(૨૨) અદર્શન - ભગવાને કહેલ પુણ્ય, પાપ, આત્મા, દેવ, નરક વગેરે ભાવો ન દેખાવાથી અશ્રદ્ધા ન કરે પણ શ્રદ્ધા રાખે તે અદર્શન પરીષહ.
રાગદ્વેષને હણીને આ પરીષહોને સહન કરવા. કયા ગુણઠાણે કેટલા પરીષહ? (સૂત્ર-૯/૧૦,૯/૧૧,૯/૧૨) ગુણઠાણ | પરીષહ ૧લા થી ૮મુ | સર્વ
૨ ૨. ૧૦મુ, ૧૧મુ, સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, ૧૪
ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા,
વધ, રોગ, તૃણસ્પર્શ, મલ ૧૩મુ, ૧૪મુ | સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ૧૧
ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ|
૧૨મું