SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસ પરીષહ ૪૦૩ (૧૮) મલ - શરીર કે વસ્ત્ર ઉપર લાગેલ મેલ દૂર કરવા પ્રયત્ન ન કરવો તે મલ પરીષહ. (૧૯) સત્કાર-પુરસ્કાર - બીજા આહાર-પાણી-વસ્ત્ર-પાત્રા વગેરે આપે તે સત્કાર. બીજા ગુણોની પ્રશંસા કરે, વંદન કરે, ઊભા થાય, આસન આપે તે પુરસ્કાર. કોઈ સત્કાર-પુરસ્કાર કરે તો આનંદ ન પામવો અને ન કરે તો દીનતા-દ્વેષ ન કરવો તે સત્કાર-પુરસ્કાર પરીષહ. (૨૦) પ્રજ્ઞા - બહુ બુદ્ધિશાળી હોય તો ગર્વ ન કરવો, અલ્પબુદ્ધિવાળો હોય તો દીનતા ન કરવી તે પ્રજ્ઞા પરીષહ. . (૨૧) અજ્ઞાન - ૧૪ પૂર્વો, ૧૧ અંગો વગેરે શ્રતને ધારણ કરતો હોય તો તેનો ગર્વ ન કરવો, આગમના જ્ઞાન વિનાનો હોય તો પણ જ્ઞાનાવરણ કર્મના ઉદયને વિચારવો તે અજ્ઞાન પરીષહ. (૨૨) અદર્શન - ભગવાને કહેલ પુણ્ય, પાપ, આત્મા, દેવ, નરક વગેરે ભાવો ન દેખાવાથી અશ્રદ્ધા ન કરે પણ શ્રદ્ધા રાખે તે અદર્શન પરીષહ. રાગદ્વેષને હણીને આ પરીષહોને સહન કરવા. કયા ગુણઠાણે કેટલા પરીષહ? (સૂત્ર-૯/૧૦,૯/૧૧,૯/૧૨) ગુણઠાણ | પરીષહ ૧લા થી ૮મુ | સર્વ ૨ ૨. ૧૦મુ, ૧૧મુ, સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, ૧૪ ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ ૧૩મુ, ૧૪મુ | સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ૧૧ ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ| ૧૨મું
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy