________________
૪૦૪
ચારિત્રના પાંચ પ્રકાર
કયા કર્મના ઉદય વગેરેથી કયા પરીષહ ? (સૂત્ર-૯/૧૩ થી ૯/૧૬)
કર્મ
પરીષહ
| કુલ
જ્ઞાનાવરણ
દર્શનમોહનીય
પ્રજ્ઞા, અજ્ઞાન
અદર્શન
અંતરાય
અલાભ
ચારિત્રમોહનીય | નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ,
યાચના, સત્કારપુરસ્કાર
વેદનીય
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ
૧
૧
૭
૧૧
એક સાથે એક જીવને જઘન્યથી ૧ પરિષહ હોય અને ઉત્કૃષ્ટથી ૧૯ પરીષહ હોય. (સૂત્ર-૯/૧૭) એક જીવને એકસાથે શીત-ઉષ્ણ બંને પરીષહો ન હોય, પણ બેમાંથી એક જ હોય. એકસાથે એક જીવને ચર્ચા-શય્યા-નિષદ્યા પરીષહો ન હોય પણ ત્રણમાંથી એક જ હોય. (F) ચારિત્ર - આત્મા ઉપર લાગેલા કર્મોના ચયને ખાલી કરે તે ચારિત્ર. તેના ૫ ભેદ છે - (સૂત્ર-૯/૧૮)
(૧) સામાયિકચારિત્ર - રાગદ્વેષ વિના પ્રવર્તવું તે સામાયિક. તેમાં સર્વસાવદ્ય યોગના પચ્ચક્ખાણ હોય છે. છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રો સામાયિક ચારિત્રના જ વિશેષ ભેદો છે. સામાયિક ચારિત્ર બે પ્રકારે છે -
૧) અલ્પકાળનું - શ્રાવકનું બે ઘડીનું સામાયિક-પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના શાસનમાં નાની દીક્ષાથી મોટી દીક્ષા સુધીનું ચારિત્ર તે અલ્પકાળનું સામાયિકચારિત્ર છે.
૨) યાવજ્જીવનું - ૨૨ ભગવાનના શાસનમાં દીક્ષાથી જીવનના અંત સુધીનું ચારિત્ર તે યાવજ્જીવનું સામાયિકચારિત્ર છે.
(૨) છેદોપસ્થાપ્ય ચારિત્ર - પૂર્વેના ચારિત્રપર્યાયનો છેદ કરી ફરી