SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પરિહારવિશુદ્ધિ ચારિત્ર ૪૦૫ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપ્ય ચારિત્ર. તેના બે ભેદ છે - (૧) નિરતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર - તેના બે ભેદ છે – (૧) નાની દીક્ષાવાળા સાધુને વડીદીક્ષાથી આ ચારિત્ર હોય છે. (૨) ૨૨ ભગવાનના સાધુ જયારે છેલ્લા ભગવાનનું શાસન સ્વીકારે ત્યારે તેમને પણ આ ચારિત્ર હોય છે. (૨) સાતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર - મૂલગુણનું ખંડન થાય ત્યારે જેને ફરી મહાવ્રતોનું આરોપણ કરાય તેને આ ચારિત્ર હોય છે. છેદોપસ્થાપ્ય ચારિત્ર પહેલા-છેલ્લા ભગવાનના શાસનમાં જ હોય છે. તે સ્થિતકલ્પમાં જ છે. (૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર - પરિહાર એટલે વિશેષ પ્રકારનો તપ. તેનાથી વિશુદ્ધ ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. આમાં ૯ સાધુઓનો સમૂહ હોય છે -૪ પરિહારી (તપ કરનારા), ૪ અનુપરિહારી (સેવા કરનારા) અને ૧ કલ્પસ્થિત (વાચનાચાર્ય). તેઓ બધા શ્રત વગેરેના અતિશયથી યુક્ત હોય છે, છતાં રૂઢિથી એક વાચનાચાર્યની સ્થાપના કરાય છે. તપ | ઉનાળામાં | શિયાળામાં | ચોમાસામાં ચોથભક્ત અટ્ટમ મધ્યમ અટ્ટમ ૪ ઉપવાસ ઉત્કૃષ્ટ | | અટ્ટમ ૪ ઉપવાસ ૫ ઉપવાસ પારણે આયંબિલ કરે. સેવા કરનારા અને વાચનાચાર્ય પણ દરરોજ આયંબિલ કરે. આ રીતે ૬ માસ કરે. પછી તપ કરનારા સેવા કરે, સેવા કરનારા તપ કરે અને વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી ૬ માસ કરે. પછી જધન્ય છટ્ટ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy