________________
૪૦૨
બાવીસ પરીષહ
(૯) ચર્યા - રામાનુગ્રામ વિચરવામાં કંટાળવું નહીં, નવકલ્પી વિહાર કરવો તે ચર્ચા પરીષહ.
(૧૦) નિષદ્યા - સ્ત્રી-પશુ-નપુંસક રહિત સ્થાનમાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરીને રહેવું તે નિષદ્યા પરીષહ.
(૧૧) શધ્યા- કર્કશ, કઠણ વગેરે પ્રતિકૂળ સંથારો મળે કે ધૂળવાળોઠંડો-ગરમ ઉપાશ્રય મળે તો ઉગ ન કરવો તે શય્યા પરીષહ.
(૧૨) આક્રોશ - કોઈ આક્રોશ કરે તો તેની ઉપર દ્વેષ ન કરવો પણ તેને ઉપકારી માનવો તે આક્રોશ પરીષહ.
(૧૩) વધ - કોઈ મારે તો પણ મારનાર ઉપર ખરાબ ભાવ ન ભાવવો પણ “આત્મા અવિનશ્વર છે અને શરીર નશ્વર છે' એમ વિચારી સહન કરવું તે વધુ પરીષહ.
(૧૪) યાચના - સાધુએ વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી, ઉપાશ્રય વગેરે બધું યાચના કરીને જ મેળવવાનું હોય છે. તેથી કુળવાન હોવાના કારણે યાચના કરવામાં લજ્જા ન રાખવી, તે યાચના પરીષહ.
(૧૫) અલાભ - યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો પણ દીનતા ન કરવી પણ સમતાભાવમાં લીન બનવું તે અલાભ પરીષહ.
(૧૬) રોગ - તાવ-ઝાડા-ખાંસી-શ્વાસ વગેરે રોગો આવે ત્યારે ગચ્છનિર્ગત સાધુઓ ચિકિત્સા ન કરાવે, ગચ્છવાસી સાધુઓ લાભાલાભ જોઈને સહન કરે અથવા શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબ ચિકિત્સા કરાવે તે રોગ પરીષહ.
(૧૭) તૃણસ્પર્શ - ડાભ વગેરે પોલાણ વિનાના ઘાસની ઉપર સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને સૂતા હોય ત્યારે તેની અણીઓ શરીરમાં વાગે તો તેને સહન કરવી, વસ્ત્રનો સંથારો પણ જીર્ણ કે કર્કશ હોય તો તેને સહન કરવું તે તૃણસ્પર્શ પરીષહ.