________________
જિનકલ્પ
૩૯૯
જેથી દિવસે કે રાત્રે શરીરની છાયા વગેરેના અભાવમાં પણ ઉચ્છવાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત વગેરે કાળને સૂત્રના પરાવર્તનને અનુસારે સારી રીતે જાણી શકે.
(૪) એકત્વભાવના - તેમાં આત્માને ભાવતો સંઘાટક સાધુ વગેરેની સાથે પૂર્વમાં બનેલી વાતો, સૂત્રાર્થ, સુખ-દુઃખ વગેરેના પ્રશ્નો રૂપ પરસ્પર કથાવૃત્તાન્તનો ત્યાગ કરે છે. તેથી બાહ્ય મમત્વ મૂલથી જ નાશ થયા બાદ તે હવે શરીર, ઉપધિ વગેરેથી પણ આત્માને ભિન્ન જોતો તે તે પદાર્થોમાં નિરાસક્ત રહે છે.
(૫) બળભાવના - તપ વગેરેથી શરીરબળ તેવા પ્રકારનું ન હોવા છતાં પણ પૈર્યબળથી આત્માને એવો ભાવિત કરે કે મોટા પરીષહઉપસર્ગોથી પણ ચલાયમાન ન થાય.
જો તે પાણિપાત્રની લબ્ધિવાળો હોય તો તે રીતે પરિકર્મ કરે. જો તે પાણિપાત્રની લબ્ધિ વિનાનો હોય તો પાત્રા રાખીને પરિકર્મ કરે. પરિકર્મ એટલે પૂર્વતૈયારી રૂપે આત્માને ભાવિત કરવો. પાણિપાત્રની લબ્ધિવાળાની ઉપધિ બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને પાંચ પ્રકારે છે.
બે પ્રકારે - મુહપત્તિ, રજોહરણ ત્રણ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૧ કપડો ચાર પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૨ કપડા પાંચ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૩ કપડા
પાત્રધારીની ઉપધિ ૯ પ્રકારે, ૧૦ પ્રકારે, ૧૧ પ્રકારે અને ૧૨ પ્રકારે છે.
૯ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ