________________
બાવીસ પરીષહ, સ્થવિરકલ્પ
૩૯૭ મહાવ્રતવાળો ધર્મ જિનેશ્વરભગવાને સારી રીતે કહ્યો છે. આ ધર્મના પ્રભાવથી જ લોકની આકાશમાં સ્થિતિ વગેરે થાય છે. આમ વિચારવું તે ધર્મભાવના. આમ વિચારવાથી જીવ ધર્મથી ભ્રષ્ટ થતો નથી અને ધર્માચરણમાં પ્રવૃત્ત થાય છે. (E) પરીષહ - માર્ગથી ભ્રષ્ટ થયા વિના નિર્જરા માટે સહન કરવું તે પરીષહ. તેના ૨૨ ભેદ છે – (સૂત્ર-૯,૮,૯૯)
(૧) ક્ષુધા - ભુખને સહન કરવી અને અનેષણીય આહારનો ત્યાગ કરવો તે સુધા પરીષહ.
(૨) પિપાસા - તરસને સહન કરવી અને અનેષણીય પાણીનો ત્યાગ કરવો તે પિપાસાપરીષહ.
(૩) શીત - ઠંડીને સહન કરવી, પણ અકથ્ય વસ્ત્ર કે અગ્નિનો ઉપયોગ ન કરવો તે શીત પરીષહ.
(૪) ઉષ્ણ - ગરમી-તડકો વગેરે સહન કરવા, પણ છત્ર-સ્નાનપંખા વગેરેનો ઉપયોગ ન કરવો તે ઉષ્ણ પરીષહ.
(૫) દંશમશક - ડાંસ, મચ્છર વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી બીજે ન જવું, તેમને દૂર ન કરવા, પણ સહન કરવું તે દેશમશક પરીષહ. | (૬) નાન્ય - શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબ જીર્ણ વસ્ત્રો વાપરવા, મૂલ્યવાન વસ્ત્રો ન વાપરવા તે નાન્ય પરીષહ. વસ્ત્રોનો ત્યાગ કરી નગ્ન બનવું એ નાન્ય પરીષહ નથી.
શાસ્ત્રમાં બે પ્રકારના કલ્પ કહ્યા છે - સ્થવિરકલ્પ અને જિનકલ્પ.
વિરકલ્પ - સ્થવિરકલ્પી સાધુઓ બહુ મૂલ્ય વિનાના, ખંડિત, જીર્ણ અને સંપૂર્ણ શરીરને નહીં ઢાંકનારા એવા વસ્ત્ર ધારણ કરનારા હોવાથી નગ્નતાવાળા જ કહેવાય. તેમની ઉપાધિ ૧૪ પ્રકારની હોય