________________
બાર ભાવના
(૮) સંવરભાવના - સંવ૨ના ૫૭ ભેદોનું ચિંતન કરવું તે સંવરભાવના. એમ કરવાથી સંવર માટે પ્રવૃત્તિ થાય છે.
(૯) નિર્જરાભાવના - નિર્જરા બે પ્રકારની છે -
(i) અબુદ્ધિપૂર્વ નિર્જરા - કર્મની નિર્જરા કરું એવી બુદ્ધિ જેમાં ન હોય એવી નિર્જરા તે અબુદ્ધિપૂર્વ નિર્જરા. આને અકામનિર્જરા પણ કહેવાય છે.
૩૯૬
(ii) કુશલમૂલ નિર્જરા - તપ અને પરીષહજયથી થયેલ નિર્જરા તે કુશલમૂલ નિર્જરા. તે અવશ્ય બુદ્ધિપૂર્વકની હોય છે. આને સકામનિર્જરા પણ કહેવાય છે.
અથવા બાર પ્રકારના તપથી નિર્જરા થાય છે, માટે નિર્જરાના બાર ભેદ છે.
નિર્જરાના બે ભેદો અથવા બાર ભેદોની વિચારણા કરવી તે નિર્જરાભાવના. આમ વિચારવાથી નિર્જરા માટે પ્રવૃત્તિ થાય છે.
(૧૦) લોકભાવના - પાંચ અસ્તિકાય આત્મક લોકના સ્વરૂપની વિચારણા કરવી તે લોકભાવના. આમ વિચારવાથી તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે.
(૧૧) બોધિદુર્લભભાવના - અનાદિ સંસારમાં ભમતા, વિવિધ દુ:ખોથી હણાયેલા, મિથ્યાત્વથી ઘેરાયેલા, ૪ ઘાતિકર્મોના ઉદયથી પરાભૂત થયેલા જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે, માટે તે પ્રાપ્ત કરવા યત્ન કરવો અને તે પ્રાપ્ત થઈ જાય તો તેનું રક્ષણ કરવું - એમ વિચારવું તે બોધિદુર્લભભાવના. આમ વિચારવાથી સમ્યક્ત્વ પામવા માટે પ્રયત્ન થાય છે અને સમ્યક્ત્વ પામ્યા પછી પ્રમાદ થતો નથી.
(૧૨) ધર્મભાવના - સમ્યગ્દર્શનરૂપી મૂળવાળો અને ૫