________________
૨૬૮
અધિકરણ
(૨૫) અપ્રત્યાખ્યાનક્રિયા - સંયમનો વિઘાત કરનારા કષાય વગેરે
શત્રુઓને દૂર ન કરે તે અપ્રત્યાખ્યાનક્રિયા. નવતત્ત્વમાં ૨૫ ક્રિયાઓ આ પ્રમાણે જ કહી છે, માત્ર થોડો ફેરફાર છે. નવતત્ત્વમાં નૈસૃષ્ટિકી ક્રિયા, સામુદાયિકી ક્રિયા, આજ્ઞાપનિકી ક્રિયા, પ્રેમિકી ક્રિયા અને ક્રેષિકી ક્રિયા કહી છે. તેની બદલે અહીં નિસર્ગ ક્રિયા, સમાદાન ક્રિયા, આનયનક્રિયા, સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા કહી છે. નવતત્ત્વમાં કહેલ ૨૫ ક્રિયાઓના ક્રમમાં અને ઉપર કહેલ ૨૫ ક્રિયાઓના ક્રમમાં પણ થોડો ફેરફાર છે.
આ ૨૫ ક્રિયાઓથી કર્મ બંધાય છે.
આમ આસવના કુલ ૪ર ભેદ છે. તે આ પ્રમાણે - ૩ યોગ, ૫ ઇન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત, ૨૫ ક્રિયા.
આસવની તરતમતાના કારણો અને ફળ - (સૂત્ર-૬૭) તીવ્રભાવમંદભાવની તરતમતાથી આગ્નવની તરતમતા થાય છે.
ઉપયોગપૂર્વકના ભાવથી (જાણતા) અને ઉપયોગ વિનાના ભાવથી (અજાણતા) આગ્નવની તરતમતા થાય છે.
વીર્યની તરતમતાથી આમ્રવની તરતમતા થાય છે.
અધિકરણની તરતમતાથી આસવની તરતમતા થાય છે. (અધિકરણનું વિવરણ હવે પછી કરાશે.)
આમ્રવની તરતમતાથી કર્મબંધની તરતમતા થાય છે.
• અધિકરણ - જેના કારણે ત્રણ પ્રકારના આસ્રવ (મનોયોગ, વચનયોગ, કાયયોગ) ની પ્રવૃત્તિ થાય છે તે અધિકરણ. તે બે પ્રકારે છે – જીવઅધિકરણ અને અજીવઅધિકરણ. (સૂત્ર-૬/૮) તે દરેકના બે પ્રકાર છે –
(૧) જીવદ્રવ્યઅધિકરણ - જીવવિષયક દ્રવ્યઅધિકરણ તે જીવદ્રવ્યઅધિકરણ. દા.ત. જીવવ્યક્તિ.