________________
૩૫૪
ઉદ્વર્તના, અપવર્તના એક મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓમાં પરસ્પર સંક્રમ થાય. દર્શનમોહનીય કર્મો અને ચારિત્રમોહનીય કર્મોનો પરસ્પર સંક્રમ ન થાય. મિશ્રમોહનીયનો સમ્યક્વમોહનીયમાં અને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થાય. સમત્વમોહનીયનો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થાય, મિશ્રમોહનીયમાં સંક્રમ ન થાય. મિથ્યાત્વમોહનીયનો સમ્યક્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં સંક્રમ થાય.
૪ આયુષ્ય કર્મોમાં પરસ્પર સંક્રમ ન થાય. * ઉદ્વર્તના - બંધાતા કર્મોના સત્તામાં રહેલા સ્થિતિ કે રસ વધારવા તે ઉદ્વર્તના.
અપવર્તના - સત્તામાં રહેલા કર્મોના સ્થિતિ કે રસ ઘટાડવા તે અપવર્તના.
અપવર્તના બધા કર્મોની થાય. ઉદ્વર્તના આયુષ્ય સિવાયના કર્મોની થાય. કર્મોનું ફળ તેમના નામ પ્રમાણે મળે છે. (સૂત્ર-૮૨૩)
કર્મોનું ફળ મળ્યા પછી તેમની નિર્જરા થાય છે, એટલે કે આત્મા ઉપરથી તેમનો ક્ષય થાય છે. (સૂત્ર-૮/૨૪) નિર્જરાનું વિશેષ સ્વરૂપ આગળ નિર્જરાતત્ત્વમાં (પાના નં. ૪૦૭ ઉપર) બતાવાશે. | • જીવો પ્રત્યે જે કઠોર બને છે તેના પ્રત્યે કર્મસત્તા કઠોર બને છે. તે