________________
ધર્મધ્યાન
૩૮૧
રૌદ્રધ્યાનનું ફળ નરકગતિ છે. રૌદ્રધ્યાન અતિસંક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવોને હોય છે. રૌદ્રધ્યાન સંસારનું કારણ છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અભ્યતરતપમાં સમાવેશ થતો નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાનના પ્રકારો હોવાથી તેમનું સ્વરૂપ બતાવવા અહીં જણાવ્યા છે.
(૩) ધર્મધ્યાન - ક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મોથી યુક્ત એવું ધ્યાન તે ધર્મધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૩૭)
(i) આજ્ઞાવિચય - ભગવાનની આજ્ઞાની વિચારણા કરવી તે આજ્ઞાવિચય.
(ii) અપાયવિચય - વિષય-કષાયના નુકસાનરૂપ શારીરિક-માનસિક દુઃખોનો વિચાર કરવો તે અપાયરિચય.
(ii) વિપાકવિચય - આઠ કર્મોના ફળની વિચારણા કરવી તે વિપાકવિચય.
(iv) સંસ્થાનવિચય - લોક, દ્રવ્ય વગેરેના સ્વરૂપની વિચારણા કરવી તે સંસ્થાનવિચય.
ધર્મધ્યાન સાતમા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધીના જીવોને હોય છે. (સૂત્ર-૯(૩૮)
નીચેના ગુણઠાણામાં અભ્યાસરૂપ ધર્મધ્યાન હોય, વાસ્તવિક ધર્મધ્યાન ન હોય.
(૧) આગમથી, (૨) ઉપદેશશ્રવણથી, (૩) ગુરુઆજ્ઞાથી અને (૪) સ્વભાવથી ભગવાનના વચનો ઉપરની શ્રદ્ધા વગેરે ધર્મધ્યાનના લક્ષણો છે.